વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે આવી જ જીતનુ પુનરાવર્તન કરવા માટે ભાજપે ફરી તૈયારી કરી લીધી છે. વર્ષ ૨૦૧૯ની લડાઇ માટે ભાજપે પોતાની સોશિયલ મિડિયા ટીમને વધારે મજબુત કરી દીધી છે. વર્ષ ૨૦૧૪માં આ ટીમની ભાજપની જીતમાં ચાવીરૂપ ભૂમિકા રહી હતી. ભાજપે આને ફરીવાર એક મોટા હથિયાર તરીકે આને રજૂ કરવા માટે તૈયારી કરી છે.
સાથે સાથે પોતાના વર્કફોર્સને વધારે મજબુત કરવામાં આવતા સ્થિતી મજબુત બની રહી છે. મહત્વપૂર્ણ બાબત એછે કે જો સોશિયલ મિડિયાના માટે કામ કરનાર સ્વૈચ્છિક લોકોના આંકડાને જોવામાં આવે તો આ સંખ્યા રેલવેના કુલ કર્મચારીઓની સંખ્યાની આસપાસ પહોંચીગઇ છે. ભાજપના સુત્રોએ કહ્યુ છે કે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી જીતી ગયા બાદ પાર્ટીએ સોશિયલ મિડિયા મામલે ક્યારેય ઉદાસીનતા રાખી નથી. આજ કારણ છે કે સત્તામાં ચાર વર્ષથી વધારે સમય થયો હોવાછતાં પાર્ટી સતત તેનો ઉપયોગ વધારી રહી છે. સરકારી યોજનાને જનતા સુધી પહોંચાડી દેવા માટે આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપની સોશિયલ મિડિયા હવે વધારે મજબુત બની છે. દેશભરમાં ફેલાયેલા આ ૧૨ લાખ સ્વૈચ્છિક કર્મીઓમાં તબીબો, એન્જિનિયર અને અન્યોનો સમાવેશ થાય છે. તેમા વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારી પણ સામેલ છે. હાઉસ વાઇફ પણ ઉમેરી દેવામાં આવી છે.
ભાજપના યુટ્યુબ ચેનલ પર ૮.૫ કરોડ વ્યુહરશીપ છે. છેલ્લી લોકસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે સોશિયલ મીડિયા માટે પોતાની સેવા આપનાર સ્વૈચ્છિક લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.
હાલના સમયે આ આંકડો ૧૨ લાખની આસપાસ પહોંચી ગયો છે.
સૂત્રો તરફથી કહેવામાં આવ્યું છે કે આ કોઈ પેડ વર્કરો નથી પરંતુ આ પાર્ટીની વિચારધારા અને વડાપ્રધાન મોદીનું સમર્થન કરનાર લોકો છે. દેશભરમાં ફેલાયેલા આ ૧૨ લાખ સ્વૈચ્છિક લોકોમાં ડૉકટરો, એન્જિનિયરો, સામાન્ય કર્મીઓ, વિદ્યાર્થીઓ સામેલ છે. પાર્ટીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયના કહેવા મુજબ ૨૦૧૯માં સોશિયલ મીડિયાની ટીમ પાંચ વર્ષ પહેલાની સરખામણીમાં અનેકગણી ઝડપથી કામ કરશે. છેલ્લા ત્રણ વર્ષમાં સોશિયલ મીડિયા ટીમ દ્વારા અનેક મોટી સફલતા હાંસલ કરવામાં આવી છે. દાખલા તરીકે ભાજપના યુ ટ્યુબ ચેનલને નિહાળનાર લોકોની સંખ્યા વધીને ૮.૫ કરોડ સુધી થઈ ગઈ છે. આવી જ રીતે ભાજપની વેબસાઈટ નિહાળનારની સંખ્યા ૭૦ લાખ સુધી પહોંચી ગઈ છે. ટ્વીટર પર ફોલોઅર્સની સંખ્યા ૧૭ લાખથી વધીને એક કરોડ અને ફેસબુક ફોલોઅર્સની સંખ્યા ૭૨ લાખથી વધીને ૧.૪૭ કરોડ થઈ છે.