સિહોર અમદાવાદ રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા લાડકવાય સહપાઠી બહેનો પાસે રાખડી બંધાવી હતી ત્યારે બહેનો દ્વારા પોતાના વિરાની રક્ષા કાજે ભગવાન ને પ્રાર્થના કરી હતી ત્યારે શિક્ષિકા બહેનો દ્વારા આચાર્ય હાર્દિકભાઈ દવેને રાખડી બાંધી હતી ત્યારે આ તહેવારોની ઉજવણીમા શાળા સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.