રઘાબંધન અંતર્ગત જાળિયા કે.વ.શાળા શનિવારના રક્ષાબંધનની રોજ ઉજવણી કરવામાં આવી. સંગીતના સુર સાથે શાળાની ૧૯૪ કન્યાઓએ ૧૭૯ કુમારને રાખડી બાંધી હતી. સાથે શાળાના આચાર્ય ુનુસખાન અને ૧૧ શિક્ષકોએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષકોએ રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું હતું. આ તમામ રાખડી શાળાના બાળકો દ્વારા જ બનાવવામાં આવી હતી.