ગાયત્રી શક્તિપીઠ રાજુલામાં ગાયત્રી પરિવાર સિનીયર સીટીઝન મંડળ દ્વારા શિવમહાપુરાણનું નવદિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી છેલ્લા પાંચ દિવસથી શિવમહાપુરાણના રાજુલાના તજજ્ઞ શાસ્ત્રી હિતેશભાઈ ઝાખરા પોતાની આગવી શૈલીમાં શિવમહાપુરાણની કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા શ્રવણ માટે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે.
કથાના પાંચમાં દિવસે ગાયત્રી પરિવાર મહિલા મંડળના બહેનોએ સવામણનો ચુરમાનો લાડુ બનાવી પ્રસાદ વિતરણ કરી શિવ વિવાહના પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.