શહેરના બોરતળાવ પેટેલનગરમાં રહેતી મહિલાએ માનસિક બિમારીથી કંટાળી બોરતળાવમાં ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો.
શહેરના બોરતળાવ પટેલનગરમાં રહેતા ઉમાબા ભરતસિંહ ગોહિલ (ઉ.વ.૪૦) છેલ્લા ઘણા સમયથી માનસિક બિમારીથી પીડાતા હોય જેનાથી કંટાળી જઈ આજે સવારે બોરતળાવમાં ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતક મહિલાની લાશને બહાર કાઢી જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી.