દેશભરમાં રક્ષા બંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવા માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આવતીકાલે તહેવારની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનાર છે. રક્ષા બંધન તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પુનમના દિવસે મનાવવામાં આવે છે. વર્ષ ૨૦૧૮માં આ તારીખ ૨૬મી ઓગષ્ટ છે. આ વખતે ભાઇ બહેનના આ પવિત્ર તહેવારને ૨૬મી ઓગષ્ટના દિવસે મનાવવામાં આવનાર છે. આ વર્ષે સારી બાબત એ રહી છે ૨૬મી ઓગષ્ટના દિવસે સુર્યોદય કાળમાં પુનમ તિથી હોવાના કારણે આ દિવસે પુનમ તિથી રહેનાર છે.
આજે ચતુર્થદર્શી તિથીમાં સુર્યોદય હોવાના કારણે આની ઉજવણી આજે થઇ રહી નથી. જાણકાર પંડિતોના કહેવા મુજબ આવતીકાલે રવિવારે સાંજે ૪.૨૦ વાગ્યા સુધી રાખડી બાંધવા માટેની બાબત સૌથી શુભ રહેનાર છે. રક્ષા બંધન પર્વની ઉજવણી કરવા પહેલાથી જ તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બજારો છેલ્લા કેટલાક દિવસથી જુદી જુદી ખુબસુરત રાખડીથી સજા ગયા છે.
જુદા જુદા પ્રકાર, આકાર અને કિંમતની રાખડીથી બજાર સજેલા છે.
કેટલાક મોલમાં જુદી જુદી રાહતો પણ આપવામાં આવી રહી છે. આવતીકાલે મોલ અને હોટેલ પણ ફુલ રહી શકે છે. બીજી બાજુ ભાઇ દ્વારા જુદી જુદી ભેંટ આપવાની પરંપરા હોવાથી કિંમતીથી લઇને મધ્યમ કિંમત સુધીની આકર્ષક ભેંટ અને ગિફ્ટથી પણ બજાર સજી ગયા છે. મિઠાઇઓની દુકાન પર ભીડ જામી રહી છે. રક્ષા બંધન પર્વની ઉજવણીને લઇને તમામ ભાઇ બહેનો ઉત્સુક બન્યા છે.