સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ આજે પણ જારી રહ્યો હતો. અપર એયર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ દક્ષિણ રાજસ્થાન ઉપર બનેલી છે. જેના લીધે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ તરફથી હજુ પણ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરાઈ છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે.
જેમાં ભાવનગર અને અમરેલીનો સમાવેશ થાય છે. મહિસાગર, દાહોદ, અરવલી, વલસાડમાં પણ કેટલીક જગ્યાઓએ ભારે વરસાદ થઈ શકે છે.