૧૦૮ રાજુલા કર્મચારીઓનું વાવેરા પ્રાથમિક શાળામાં સન્માન કરવામાં આવ્યું. અત્યારે નાના બાળકોને પણ ૧૦૮ નંબર યાદ હોય છે ત્યારે રાજુલા વાવેરા પ્રાથમિક શાળામાં ૩૦૦ જેટલા બાળકોની હાજરીમાં આ એમ્બ્યુલન્સ ૧૦૮ શું છે તેના વિશે માહિતી આપેલ ને બાળકોને ઈમરજન્સી સમયે ૧૦૮ કેવી રીતે બોલાવવી તેની માહિતી આપેલી. આ કાર્યક્રમમાં વાવેરા ગામના સરપંચ, ઉપસરપંચ, ગામના આગેવાનો તેમજ શાળાની એસએમસી કમિટીના પ્રમુખ વિગેરે હાજર રહેલા. ત્યારબાદ સરપંચ બચુભાઈ ધાખડા તેમજ ઉપસરપંચ તેમજ કમિટીના પ્રમુખ કનુભાઈ ધાખડા તેમજ શાળાના પ્રિન્સીપાલ ભાનુબહેન દ્વારા ૧૦૮ના કર્મચારી ઈ.એમ.ટી. અજય વાલિયા, દક્ષાબહેન તેમજ પાઈલોટ બાલુભાઈ તેમજ પાઈલોટ દિપકભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ અને અંતમાં ૧૦૮ સીટીઝન એપ વિશે માહિતી આપેલી.