ભાઈ-બહેનનાં પ્રેમનાં પ્રતિક સમાન રક્ષાબંધનનાં તહેવારની ભાવનગર જિલ્લા જેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમા જિલ્લા જેલમાં રહેલા કેદીભાઈઓને તેમની બહેનો જેલમાં આવીને રાખડી બાંધી શખે તેવી જેલ અધિક્ષક દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં કેદી ભાઈઓને પોતાની બહેનોએ રાખડી બાંધીને મો. મીઠા કરાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા જેલનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી.