શાહિદ કપૂર અને મીરા રાજપૂતની દીકરી મીશા બૉલિવુડના કેટલાંક સૌથી પોપ્યુલર સ્ટારકિડ્સમાંથી એક છે. એકટર શાહિદ અને મીરા બંને મીશાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે અને કેટલાંય ફેન્સ તો તેના ફેન પેજ પણ બનાવી ચૂકયા છે. તાજેતરમાં જયારે શાહિદને પૂછવામાં આવ્યું કે શું તમે ઇચ્છશો કે મીશા રેમ્પ પર વૉક કરતાં દેખાય?આ પ્રશ્ન પર શાહિદ થોડીક વાર માટે ચુપ થઇ ગયો અને પછી પૂછયું, ‘ખરેખર? શું ખરેખર તમે ઇચ્છો છો કે હું આ પ્રશ્નનો જવાબ આપું? તમે જાણો છો ને કે તે કેટલી નાની છે? તમારા વાળ જયારે સફેદ થઇ ચૂકયા હશે અને મારા મોં માં થોડાંક જ દાંત બચ્યા હશે ત્યારે આપણે આ અંગે ફરીથી વાત કરીશું.’ શાહિદે કહ્યું કે અત્યારે તે પ્લે સ્કૂલમાં ખુશ છે અને તેને ત્યાં જ રહેવા દેવી જોઇએ. ઉલ્લેખનીય છે કે શાહિદ અને મીરા ટૂંક સમયમાં જ બીજા બાળકના માતા-પિતા બનવાના છે. મીરા અત્યારે પ્રેગનન્ટ છે અને તાજેતરમાં જ શાહિદ તેણે પીવીઆરની બહાર લાવતો દેખાયો હતો.
Home Entertainment Bollywood Hollywood મીશા અત્યારે પ્લે સ્કૂલમાં છે તેને ત્યાં જ રહેવા દો : શાહિદ...