૧૯૮૩માં તખ્તેશ્વર મંદિરનું રીનોવેશન અટલજીનાં આદેશથી થયેલું : કિશોર ભટ્ટ

1566

ભાવનગર શહેરની મધ્યમાં ડુંગર ઉપર મહારાજા સમયમા ટેકરી ઉપર અતી સુંદર ભાવેણાની આન-બાન શાન સમુ તખ્તેશ્વર મહાદેવ મંદિર આવેલ છે.

સન ૧૯૮૨૦૮૩માં આ તખ્તેશ્વર મંદિરની આરસ દિવાલ જર્જરીત થઈ જતા પૂૂજારી સહિત ભક્તજનોની કલેકટર પૂરાતત્વ ખાતામાં વાંરવાર રજુઆત છતા કોઈ જ પગલા ભર્યા ન હતા. ત્યારે ભાવનગર શેહરના ભક્તજનો તથા પુજારી ભાજપા આગેવાન કિશોરભાઈ ભટ્ટને તખ્તેશ્વર મહાદેવ મંદિરની પુરી વિગતો સાથે રજુઆત કરેલ આ અંગે ભાજપ અગ્રણી કિશોર ભટ્ટે ભાજપા રાષ્ટ્રીય પ્રમુખ અટલ બિહારી બાજપાઈજીને તેમજ તત્કાલીન ભાજપ પ્રદેશ પ્રમુખ સ્વ. મકરંદભાઈ દેસાઈને પત્ર અને ફોટોગ્રાફ દ્વારા આ મંદિરની રજુઆત કરી હતી.

આ અંગે અટલ બિહારી બાજપાઈને પત્ર મળતા દિલ્હી સરકારમાં રજુઆત કર્યા બાદ રાજ્ય સરકારને કેન્દ્રનો આદેશ થયેલ અને ઉપરોક્ત મંદિર મરામત રીનોવેશન અંગે મંકરદભાઈ દેસાઈને મોનેટરીંગ અંગે સુચના આપેલ. આમ ભાવનગર તખ્તેશ્વર મહાદેવ આરસ દિવાલ સંપૂર્ણ રીનોવેશન સન ૧૯૮૨-૮૩માં થયેલ તખ્તેશ્વર મહાદેવનું સંભારણ ભાવનગર ભાવેણાની જનતા અટલજી સંસ્મર સંભારણું બની ગયેલ છે.

Previous articleશાખપુર ખાતે ૬૯મો વન મહોત્સવ ઉજવાયો
Next articleલાઠીમાં સમુહ યજ્ઞોપવિત ધારણ કરાઈ