લાઠીમાં સમસ્ત યજુર્વેદી બ્રહ્મકુમારોએ યજ્ઞોપવિત જનોઈ ધારણ કરી શ્રાવણ મહિનાની નાળીયેરી પૂનમ એટલે યજુર્વેદી બ્રાહ્મણોનો જનોઈ બદલવાનો પવિત્ર દિવસ ગણાય છે.લાઠી રાજમંદિરે ભુદેવોના શુક્લ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી હેમાદ્રી શ્રવણ થાય છે. શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચારથી પિતૃ તર્પણ કરવામાં આવે છે અને પવિત્ર નદીઓનું સ્નાન કરાય છે પરંતુ વરૂણ દેવની બ્રાહ્મણો પર કૃપા હોય તેમ વિધિ પૂર્ણ થઈ ત્યાં સુધી ધીમી ધારે ઝરમર ચાલુ રહ્યો હતો અને ખુશખુશાલ રીતે પવિત્ર તહેવારી ઉજવણી કરાઈ હતી.