એશિયન ગેમ્સમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધૂએ વુમન્સ સિંગલની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સિંધૂએ ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. ફાઇનલમાં ચીન તાઇપેની તાઇ ત્ઝૂ યિંગ સાથે તેનો મુકાબલો થશે.
ભારતીય ખેલાડી સિંધૂએ એક કલાક અને પાંચ મીનિટ સુધી ચાલેલા મુકાબલામાં વર્લ્ડ નં.-૨ યામાગુચીને ૨૧-૧૭, ૧૫-૨૧, ૨૧-૧૦થી હરાવી છે. આ સાથે જ યામાગુચીને ૯મી વાર હરાવી પોતાનો રેકોર્ડ ૯-૪ કર્યો છે. આ અગાઉ કોઇ પણ ભારતીય પુરુષ કે મહિલા ખેલાડી એશિયાડની ફાઇનલ સુધી પહોંચી શક્યું નથી. હવે સિંધૂ પાસેથી ગોલ્ડની આશા વધી ગઇ છે. ગોલ્ડ મેડલ માટે ૨૮ ઓગસ્ટના રોજ ફાઇનલ મેચ રમવામાં આવશે.