દામનગરમાં સરકારી મિલ્કતો પાસે જામેલા કચરાના ઢગલાઓ

742

નગરપાલિકા તંત્ર શહેરીજનોના મનની વાત સાંભળે, ખંઢેર બનેલી સરકારી બિલ્ડીંગોની જગ્યા બની રહી છે આવારા તત્વોનો અડ્ડો.

અહીંયા જાણે કે દામનગરના લોકો ભગવાન ના ભરોસે છે પણ દુઃખની વાત છે કે તંત્રને મળેલ સત્તાનો ઉપયોગ સમયાંતરે થોત ન હોય ગંદકી નગર બની રહ્યું છે.

સરકારી વિરાસત એવા ૩ મકાનો કે જે ૧ર૦ વર્ષ જુના હાલ ખંઢેર હાલતમાં છે. જેમાં હોમગાર્ડસ યુનિટ અને સીટી સર્વે ઓફિસના કર્મચારીઓ જાનના જોખમે બેસે છે. સવાલ એ થાય છે કે અહીંયા તંત્ર છે પણ નામનું જુના પોલીસ સ્ટેશનના કંમ્પાઉન્ડમાં વર્ષોજુના પીપળની ડાળી બટકીને લટકી રહી છે. અહીંયાથી કેટલાયે લોકો અવર-જવર કરે છે. કોઈ જાનહાની થાય તે પહેલા નિકાલ કરવામાં આવે તેમજ પાછળના ભાગે ખડકાયેલ કચરાના ઢગલાની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Previous articleમેરેનજ એનીવસરી નિમિત્તે પછાત બાળકોને ભોજન
Next articleભાંકોદરની સ્વાઈ એનર્જી સામે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો ઉપર પોલીસ દમન