ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના શિમલા પહોંચ્યા બાદ એક નવા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. રાજ્યની વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ધોનીને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો આપતા આપત્તિ વ્યક્ત કરી છે. ધોની પાંચ દિવસ માટે એક જાહેરાતના શૂટિંગ માટે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા પહોંચ્યો છે. ધોની સાથે તેની પત્ની સાક્ષી અને દીકરી જીવા પણણ શિમલા પહોંચ્યા છે.
ધોનીના શિમલા પહોંચવા પર રાજ્ય સરકારે તેને સ્ટેગ ગેસ્ટનો દરજ્જો આપ્યો છે. આ પાંચ દિવસોમાં ધોની અને તેનો પરિવારની તમામ વ્યવસ્થા અને ખર્ચ હિમાચલ સરકાર ઉટાવશે. રાજ્ય સરકાર પર હુમલો કરતા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખ્ખૂએ કહ્યું,’ધોનીને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો આપવો જોઇતો ન હતો. એક કેપ્ટન અને ખેલાડી તરીકે ધોનીનું સન્માન કરૂ છું પરંતુ સ્ટેટ ગેસ્ટ પર થનાર ખર્ચો સામાન્ય લોકો દ્વારા આપવામાં આવેલ ટેક્સથી થશે. આવામાં ધોનીએ પણ સ્ટેટ ગેસ્ટનો દરજ્જો લેવો જોઇએ નહી.’