કલોલ તાલુકા કેળવણી મંડળ તેમજ ગુજરાત યુનિવર્સિટીના સંયુકત પ્રયાસથી કલોલ ખાતે એક મેઘા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૧ મીએ મુખ્યમંત્રીની હાજરીમાં જુદી જુદી કંપનીઓ દ્વારા ૧પ૦૦ જેટલાં બેરોજગારોને નોકરી આપશે. કેળવણી મંડળ દ્વારા આ પ્રકારનો નોકરી પ્લેસમેન્ટનો પ્રયોગ આવકારદાયક હોવાનું આચાર્ય તેમજ મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ જણાવ્યું હતું.
વખારીયા હાઈસ્કુલ સહિત ૧૩ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતું ટ્રસ્ટ માત્ર વેપારીઓથી ચાલે છે. જે છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યાર્થીઓને મદદમાં અગ્રેસર રહ્યું છે.
નીટ અને જેઈઈ જેવી પરીક્ષાઓ માટે તેમને રાજસ્થાનની કોટા ખાતેની શૈક્ષણિક સંસ્થા સાથે કોલોબ્રેશન કરીને વિદ્યાર્થીઓને નજીવી ફી માં માર્ગદર્શન અને શિક્ષણ આપવાનું કામ પણ સંસ્થા કરી રહી છે.