ભાવનગર શહેરની મધ્યે જશોનાથ ચોકમાં આવેલ જુવાનેશ્વર શિવાલયની સ્થાપના ઈ.સ. ૧૮૮૮ શ્રાવણ માસની વદ અગ્યારસે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલી છે.
ગોહિલવાડ રાજયના ગોહિલવંશી મહારાજા શ્રી યશવંતસિંહજીના ધર્મપત્ની પહારાણીશ્રી હિરજીબાની કોખે બે પુત્ર રાજા થયા. પાટવી કુંવર તખ્તસિંહજી અને નાના પુત્ર જુવાનસિંહજી થયા.
જુવાનસિંહજીએ વિલાયત ઈંગ્લેન્ડ જઈ રસાયણશાસ્ત્રમાં ઉંચી લાયકાત મેળવેલી વધુ જ્ઞાનવૃદ્ધિ માટે યુરોપના અન્ય દેશોનો પ્રવાસ પણ કરેલો. ર૧માં વર્ષે તેમના લગ્ન થયા. ત્યાર બાદ ટુંકા ગાળામાં જ તેઓ અકાળે સદગતિ પામ્યા. કૃષાગ્ર બુદ્ધિ અને વિદ્યાની ઉંચી લાયકાત પ્રાપ્ત કરેલ યુવાન પુત્રનું અકાળે અવસાન થવાથી તેમના માતુશ્રી હિરજીબા ખુબ જ વ્યથિત રહેવા લાગ્યા. પણ આ તો યશસ્વી એવા યશવંતસિંહજીના ધર્મપત્ની અને સુર્ય-ચંદ્ર સમાન બે પુત્રોના માતા હતાં. થોડા સમયમાં જ સ્વ્સ્થતા પ્રાપ્ત કરીને માતા હિરજીબાએ પોતાના વાલસોયા પુત્રની કાયમી સ્મુર્તિ માટે પોતાની પ્રજાની ધાર્મિક, શૈક્ષણિક અને સ્વાસ્થ ભાવના જળવાય રહે એ હેતુથી પોતાની ખાનગી બચતમાંથી (રાજયની મુડીમાંથી નહીં) વિક્રમ સંવત ૧૯૪૪ના શ્રાવણ વદ અગ્યારસને રવિવાર જુવાનેશ્વર મહાદેવ મંદિર અને બાજુમાં જ રાધા-કૃષ્ણ અને રૂકમણીજીનું મંદિર અને જ ુવાનસિંહજી સંસ્કૃત પાઠશાળા અને લોખંડ બજારમાં જુવાનસિંહજી દવાખાનું બધાવ્યા. ધન્ય છે આપણ આ રાજવી પરિવારો.
જુવાનસિંહજી શિવાલયમાં માતા પાર્વતીમાં, ગંગા, અને જમણી સૂંઠ વાળા ગણપતી તથા સુર્યનારાયણ દેવ અને હનુમાનજીઅ ને મરુલીધર મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાન અને રાધાજી અને રૂકમણીજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.