રાજુલામાં સીવીલ હોસ્પિટલની માંગ બુલંદ બની છે કારણ કે અમરેલીને મેડિકલ કોલેજ મળ્યા બાદ જિલ્લામાં એક સીવીલ હોસ્પિટલ આપવાની હોય ત્યારે જિલ્લામાં રાજુલા જાફરાબાદમાં સૌથી વધારે જરૂર છે. આ માટે આજે ડોક્ટરોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું.
રાજુલામાં સીવીલ હોસ્પિટલ માટે ચેમ્બર ઓફ કોમર્સ અને માજી સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીએ સરકારમાં રજૂઆત કર્યા બાદ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ રજૂઆત કરી હતી. આજરોજ રાજુલા ખાનગી હોસ્પિટલોના વિવિધ ડોક્ટરોએ રેલી કાઢી રાજુલાને સીવીલ હોસ્પિટલ આપવા પ્રાંત કલેક્ટરને રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું. રાજુલા-જાફરાબાદ ઔદ્યોગિક એકમ છે. અહીં આરોગ્ય સેવાઓ નહિવત છે. આથી આ સેન્ટર જિલ્લાનું સૌથી મોટુ સેન્ટર છે. વળી ત્રણ જિલ્લાની સરહદ છે. ઉના મહુવા બધાને ફાયદો થાય તેમ છે. આથી સરકાર દ્વારા રાજુલાને સીવીલ આપવા ઉગ્ર માંગણી કરી હતી. આ તકે ડો.હિતેશ વડીયા, ડો.વાઘમસી, ડો.હિરાણી, ડો.હડીયા, ડો.વિપુલ મહેતા, વનરાજભાઈ વરૂ, મહેન્દ્રભાઈ ધાખડા, વિરભદ્રભાઈ ડાભીયા સહિતના જોડાયા હતા.