મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરાશે ? : આજે નિર્ણય

938

કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી રાહત તહેવારની સિઝનમાં મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકા સુધીનો વધારો ઝીંકવાની તૈયારી ચાલી રહી છે. આવતીકાલે આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. ડીએ તમામ બાબતોને ધ્યાનમાં લઇને નક્કી કરવામાં આવે છે. સરકારી કર્મચારીઓને ચુકવવામાં આવતા ભથ્થાઓને ધ્યાનમાં લઇને આ નક્કી કરવામાં આવે છે. દેશમાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીના આધાર પર આ ભથ્થા આપવામાં આવે છે. કર્મચારીઓના બેઝિક પગારની ટકાવારીના આધાર પર તેની ગણતરી કરવામાં આવે છે. લોકો ઉપર ફુગાવાની અસરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કેન્દ્રીય કેબિનેટે આ વર્ષે માર્ચમાં ડીએ પાંચ ટકાથી વધારીને સાત ટકા કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ૭મી માર્ચના દિવસે અગાઉ કેન્દ્ર સરકારે તેના માટે કામ કરનાર લાખો કર્મચારીઓને મોટી ભેટ આપી દીધી હતી. લાખો કર્મચારીઓને આજે મોટી રાહત આપીને સરકારે મોંઘવારી ભથ્થા અથવા તો ડીએમાં બે ટકાનો વધારો કરી દીધો હતો.

આનાથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થયો હતો. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નિર્ણયથી ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૦ લાખ પેન્શનરોને સીધો ફાયદો થયો હતો. હવે આવતીકાલે યોજાનાર બેઠકમાં લેવામાં આવનાર નિર્ણયથી પણ આ તમામ કર્મચારીઓને સીધો ફાયદો થશે.  કેન્દ્રિય બેઠકનું નેતૃત્વ વડાપ્રધાન મોદી કરનાર છે. જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં વધારાને મંજુરી આપવામાં આવી હતી.

Previous articleમુખ્યમંત્રીઓ સાથે મોદી અને અમિત શાહે યોજેલી વાતચીત
Next articleઅણ્ણા હઝારે મોદી સરકાર વિરુદ્ધ બીજી ઓક્ટોબરથી આંદોલન શરૂ કરશે