સ્ટાલિન ડીએમકે પ્રમુખ તરીકે ચૂંટાયા : પાર્ટીમાં નવો યુગ શરૂ

1253

સ્વર્ગસ્થ કરૂણાનિધીના પુત્ર  એકે સ્ટાલિન આજે ડીએમકે પ્રમુખ તરીકે બિનહરિફ ચૂંટાઇ આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો અંત આવ્યો હતો. આની સાથે જ તમિળનાડુના ઇતિહાસમાં હવે એક નવા યુગની શરૂઆત ડીએમકેમાં થઇ રહી છે. પાર્ટીના  વરિષ્ઠ નેતા એસ દુરાઇમુરુગન પાર્ટીના ખજાનચી બની ગયા ગયા હતા. કરૂણાનિધીના અવસાનના કારણે પાર્ટી પ્રમુખની જગ્યા ખાલી થઇ હતી. વર્ષ ૧૯૬૯ બાદથી કરૂણાનિધી પાર્ટી પ્રમુખ તરીકે રહ્યા હતા.

આજે પાર્ટી હેક્વાર્ટસ ખાતે ડીએમકેની જનરલ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જેમાં પાર્ટીના જનરલ સેક્રેટરી કે. અનબાઝગાને સ્ટાલિન પાર્ટી પ્રમુખ ચૂંટાયા હોવાની જાહેરાત કરી હતી. પાર્ટીના જનરલ સેક્રેટરીએ કહ્યું હતું કે, સ્ટાલિન તરફથી ૧૩૦૭ નોમિનેશન દાખલ કરવામાં આવ્યા હતા. સ્ટાલિન સામે કોઇએ પણ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ન હતી જેના પરિણામ સ્વરુપે સ્ટાલિન બિનહરીફ પાર્ટી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ડીએમકેના નવા પ્રમુખ બની ગયા છે. જનરલ કાઉન્સિલના સભ્યોએ આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું. હેડક્વાર્ટરની બહાર એકત્રિત થયેલા પાર્ટીના સેંકડો કાર્યકરોએ ફટાકડા ફોડીને આની ઉજવણી કરી હતી. હકાલપટ્ટી કરવામાં આવેલા નેતા અને તેમના મોટા ભાઈ એમકે અલાગીરી દ્વારા કોઇ બળવો કરવામાં આવ્યો ન હતો. હાલમાં જ અલાગીરીએ દાવો કર્યો હતો કે, કરૂણાનિધિના ઘણા વફાદારો તેમની સાથે છે. સ્ટાલિન હવે રાજ્યના સૌથી પહેલા બે પેટાચૂંટણીમાં મેદાનમાં ઉતરનાર છે જેમાં તેમની કસોટી થશે. જો મદ્રાસ હાઈકોર્ટ દ્વારા અન્નાદ્રમુકના ૧૮ બળવાખોર ધારાસભ્યોને ડિસ્મિસ ઠેરવવાના આદેશને અકબંધ રાખશે તો પેટા ચૂંટણી આવી પડશે. પેટાચૂંટણી સ્ટાલિનની પ્રતિષ્ઠાની પણ ચકાસણી થશે.  તમિળનાડુના પાંચ વખતના મુખ્યમંત્રી રહેલા અને કલાઈનારના નામથી લોકપ્રિય ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ કરૂણાનિધિનું સાતમી ઓગષ્ટના દિવસે  સાંજે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થતાં તેમના લાખો સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. કરૂણાનિધી આશરે છ દશક સુધી રાજકીય કેરિયરમાં મોટાભાગે તેઓ તમિળનાડુના રાજનીતિમાં મુખ્ય ધ્રુવ તરીકે રહ્યા હતા. ૫૦ વર્ષ સુધી પોતાની પાર્ટીના પ્રમુખ તરીકે રહ્યા હતા.  કરૂણાનિધિ પાંચ વખત તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. અગાઉ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રીની તબિયત ખરાબ થતાંની સાથે જ તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. કરૂણાનિધી છ દશક સુધી રાજનીતિમાં જોરદારરીતે સક્રિય રહ્યા હતા. બહુમુખી પ્રતિભા હોવાના કારણે તેઓ કલાઈનાર તરીકે લોકપ્રિય થયા હતા. દ્રવિડ આંદોલનથી તેઓ રાજકીયરીતે મજબૂત બન્યા હતા. કરૂણાનિધિ તમિળ ભાષા ઉપર ખુબ સારી પકડ ધરાવતા હતા. અનેક પુસ્તકો, ઉપન્યાસો, નાટકો, તમિળ ફિલ્મો માટે સંવાદ લખ્યા હતા. તમિળ સિનેમાથી રાજનીતિમાં એન્ટ્રી કરનાર કરૂણાનિધિ છ દશક સુધી રાજકીય જીવનમાં એક પણ ચૂંટણી હાર્યા ન હતા. કરૂણાનિધીના અવસાન બાદ પાર્ટી પ્રમુખના નામ પર ચર્ચા હતી.

Previous articleઅણ્ણા હઝારે મોદી સરકાર વિરુદ્ધ બીજી ઓક્ટોબરથી આંદોલન શરૂ કરશે
Next articleમાઓવાદી સાથે કનેક્શન સંદર્ભે  દેશમાં દરોડા : પાંચની ધરપકડ