કેન્દ્રમાં ભાજપ સરકાર ઉપર તેજાબી આક્ષેપ કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં એનઆરસી કવાયતને કોઇ કિંમતે મંજુરી આપવામાં આવશે નહીં. મમતાએ કહ્યું હતું કે, આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સંપૂર્ણપણે સફાયો થશે. મમતાએ કહ્યું હતું કે, બંગાળમાં અમે આ કવાયતને મંજુરી આપીશું નહીં. ભાજપના નેતાઓ અમને પડકાર ફેંકી રહ્યા છે.