વાજપેયીની સ્મૃતિમાં આજે ૪૦૦થી વધુ મેડિકલ કેમ્પો

1423

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં અને ગુજરાત યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા યુવા મોરચાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને પ્રદેશ મહામંત્રી તથા યુવા મોરચાના પ્રભારી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને શબ્દોથી શ્રદ્ધાંજલી અર્પી પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, યુવા મોરચા દ્વારા યોજાનાર મેડીકલ કેમ્પમાં વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે પ્રયત્નો કરવા જોઈએ. મોટી ઉંમરના વૃદ્ધોને મેડીકલ કેમ્પ સુધી પહોંચાડી તેમના આર્શીવાદ મેળવવા. યુવા મોરચો ગુણાત્મક અને રચનાત્મક કાર્યકમો દ્વારા પાર્ટીના વિચારો યુવાનો સુધી પહોંચાડે તેમ શ્રી વાઘાણીએ કહ્યું હતું. પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ યુવા મોરચાના પદાધિકારીઓને અટલ બિહારી વાજપેયીજીના જીવનચરીત્ર વિશે વાત કરી હતી. યુવા મોરચાના કાર્યકર્તા  અટલ બિહારી વાજપેયીજી અને દેશના મહાપુરુષોના જીવનચરીત્રો વાંચે તેવો આગ્રહ કર્યો હતો. ભાજપ એ દેશના જન-જન માટે કામ કરે છે, તમામ સમાજ અને દરેક ધર્મ-સંપ્રદાયોને સાથે રાખીને દેશહિત માટે કામ કરે છે તેમ શ્રી દલસાણીયાજીએ કહ્યું હતું. પ્રદેશ મહામંત્રી અને યુવા મોરચા પ્રભારી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટે યુવા મોરચાના પદાધિકારીઓને સંબોધતા કહ્યુ હતું કે, યુવા મોરચો મંડલ થી પ્રદેશ સ્તર સુધી કાર્યકર્તાઓને સાંકળ મજબુત કરી.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૨૬માંથી ૨૬ બેઠકો જીતાડવા માટે યુવા મોરચાઓના કાર્યકર્તાઓ વધુ કાર્યરત બને. પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલે આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરી પૂર્વ પ્રધાનમંત્રી ભારતના પનોતા પુત્ર ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં આવતીકાલથી તા. ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટ ના રોજ સમગ્ર ગુજરાતના જીલ્લા/મહાનગરોમાં ૪૦૦ કરતા વધુ મેડીકલ કૅમ્પ યોજાય તે માટે પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું

. તા. ૧૧ સપ્ટેમ્બર ‘‘દિગ્વિજય દિન’’ નિમિત્તે સમગ્ર જિલ્લા મહાનગરોના મંડલની ટીમની ઉપસ્થિતિમાં પ્રદેશ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું. ‘‘મન કી બાત’’ કાર્યક્રમ પછી કે પહેલા એક સેવાકીય કામ કામ કરશે. બેઠકની શરૂઆતમાં પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીને ૦૨ મીનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

Previous articleગુજરાત કેડરના આઇપીએસ રાયે રાજીનામું આપતાં ચર્ચા
Next articleવિદ્યાર્થી, વ્યાયામ અને આરોગ્ય