શ્રાવણ વદ ચોથને ગુરૂવાર તા. ૩૦-૮-૧૮ના દિવસે બોળચોથ છે. બોળ ચોથને બહુલા ચોથ પણ કહેવાય છે. બોળચોથ એ ગાયની સેવા પુજા માટેનો ઉત્તમ દિવસ છે. ગૌસેવા એજ પ્રભુસેવા ગાયમાં ત્રેતીસ કરોડ દેવતાઓનો વાસ છે. આમ ગાયની સેવા કરવાથી બધા જ ભગવાનની પુજા થઈ જાય છે. ગૌસેવા કરવાથી ઘરમાં સ્થીર લક્ષ્મીનો વાસ રહે છે. અને ભાગ્યોદય થાય છે. બોળચોથના દિવસે ગાયને ઝુલ-ઘંટળી અને ગાયના શણગારથી શણગરી ગાયોને ધાસ નાખવું ગાયની પુજા કરવી સાથે બીજા લોકોને પણ ગૌસેવા માટે પ્રેરણા આપવી આ દિવસે ગાય વાછરડાનું સાથે પુજન કરવું બોળ ચોથના દિવસે ખાડવું નહિ, દળવું નહિ, છરી ચપ્પું તો રસોઈમાં ઉપયોગ ન કરવો. તે ઉપરાંત ઘઉનો પણ આ દિવસે રસોઈમાં ઉપયોગ ન કરવો.
પહેલા ના જમાતમાં એક પણ ઘર ગાય વગર ન હતું અને બળદ વગરનું ઘર ખેડુતનું ન હતું. જેની પાસે વધારે ગાયો હતી તે વધારે ધનવાન ગણાતા અને સવાર સૌપ્રથમ ગૌસેવા થતી હતી. પુરાણોમાં જોઈએ તો ઋતીમુનીઓ પણ ગાયો રાખતા અને રાજા પણ ગાયો રાખતા ભગવાનશ્રીકૃષ્ણે પણ ગૌસેવા કરેલી ગૌસેવા એજ પ્રભુસેવા શ્રાવણ મહિનામાં એક ગામમાં સાસુમાં પોતાના વહુને કહે છે હું નાહવા જાઉ છું તમે ઘઉલો ખાંડી રાખજો ઘઉલો એક વાનગીનું નામ છે. પરંતુ ઘરમાં વાછડાનું નામ ઘઉલો હતું આથી વહુ બહુ ભોળી હતી. વાછડાને ખાંડીને રાંધે છે. આ વાતની સાસુ માને ખબર પડે છે. દુઃખી થાય છે. સાંજના વાછરડાની માતા ગાય ઘરે પાછી આવે છે અને રાંધેલા વછરડાને પગમારી સજીવન કરે છે. ત્યાર બાદ સાસુ અને વહુ બન્ને ગાય વાછરડાનું પુજન કરે છે. આ દિવસ હતો બોળચોથનો.
પોતાના બન્ને હાથની હથેળીમાં ગોળ ચોળી ગાયને હથેળી ચાટવા આપવાથી જીવનમાં ભાગ્યોદય થાય છે અને બધા જ દુઃખો દુર થાય છે. ગાયોને ઘાસ નાખવાથી પિતૃઓને મોક્ષ ગતી મળે છે અને ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય છે. બિમારીમાંથી મુક્તિ મેળવા દરરોજ ગાયની પુ. સેવા પુજા કરવી ઉત્તમ છે.
-શાસ્ત્રી રાજદિપ જોશી