મહારાષ્ટ્રના પુણે સ્થિત ભીમા કોરેગાંવમાં આ વર્ષની શરૂવાતમાં ભડકેલી હિંસાના મામલામાં પુણે પોલીસે ઘણાં શહેરોમાં એક સાથે દરોડા પાડીને 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પુણે પોલીસનો દાવો છે કે આ લોકોના તાર ઘણાં મોટા નકસલીઓ સાથે જોડાયેલા છે.
આ મામલામાં અત્યાર સુધી પોલીસે હૈદરાબાદના કવિ અને વામપંથી બુદ્ધિજીવી વરવર રાવ, ફરિદાબાદથી સુધા ભારદ્વાજ અને દિલ્હીમાંથી ગૌતમ નવલખાની ધરપકડ કરી છે. જ્યારે થાણેથી અરૂણ ફરેરા અને ગોવાથી બર્નણ ગોન્સાલ્વિઝની ધરપકડ કરવામાં આવી છે.