મુખ્યમંત્રીના હસ્તે ૧૦૮ ઇમરજન્સી સેવાની મોબાઇલ એપનું લોન્ચીગ

754
gandhi24102017-3.jpg

વિજયભાઇ રૂપાણીએ ૧૦૮ ઇમરજન્સી સેવાઓના નવા ટેકનોલોજી યુકત અભિગમ ૧૦૮ મોબાઇલ એપનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું. 
આ મોબાઇલ એપ કાર્યરત થવાના કારણે ૧૦૮ની મદદ માંગનારી વ્યકિતની માહિતી લેટ લોંગ દ્વારા ઘટના સ્થળની વિગતો નજીકની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં ઉપલબ્ધ થવાથી હાલ વ્યકિતની માહિતી મેળવવામાં જે સમય થાય છે તેનો બચાવ થશે. સેન્સ, રીચ, કેર અને ૪૮ કલાકે ફોલોઅપના સંપૂર્ણ સંવેદનશીલ અભિગમને કારણે આપાતકાલમાં માનવજીવનને રક્ષણ મળશે ત્વરિત સારવાર મળશે. 
મુખ્યમંત્રીએ લોન્ચ કરેલી આ એપ સ્માર્ટ ફોન ધારકો પ્લેસ્ટોરમાં જઇને ‘૧૦૮ ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં’ એપ્લીકેશન વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકે છે. ગુજરાતમાં લોન્ચ કરેલી આ ૧૦૮ મોબાઇલ એપમાં દેશમાં સૌ પ્રથમવાર એવી વિશેષતા વિકસાવવામાં આવી છે કે ૧૦૮ની મદદ માંગનારી વ્યકિત પણ પોતાના ફોનમાં જ એમ્બ્યુલન્સનું ટ્રેકિંગ એટલે કે તેના સુધી પહોચવાનું અંતર, સમય અને રૂટના લાઇવ મેપની જાણકારી મેળવી શકશે. 
આ મોબાઇલ એપમાં પ્રથમ વખત રજીસ્ટ્રેશન માટે જરૂરી પ્રાથમિક વિગતો ભર્યા બાદ ગમે ત્યારે ઇમરજન્સીની પરિસ્થિતીમાં ૧૦૮ બટન દબાવતાં ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરમાં ઘટના સ્થળની માહિતી મળી જશે પરિણામે પ્લેટિનમ મિનીટસમાં ઘટના સ્થળની માહિતી અને સંવાદના સમયમાં બચાવ થશે.
આ એપ્લીકેશનમાં ટચ સ્કીન ઉપર માનવ શરીરના ચિત્રમાં વ્યકિતને જે અંગમાં દર્દ કે દુઃખાવો કે અન્ય કોઇ આરોગ્ય સંબંધિ તકલીફ હોય ત્યાં ટચ કરતાં જ રોગ-બિમારીની પ્રાથમિક જાણકારી મળી રહેશે. તે માટે તેની નજીકના સ્થળે ઉપલબ્ધ સેવાની માહિતી, હોસ્પિટલ કે તબીબી સેવાની વિગતો પણ પૂરી પાડશે. 
મુખ્યમંત્રીએ આ ૧૦૮ મોબાઇલ એપ લોન્ચીંગ કર્યા બાદ નજીકના સ્થળે રહેલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના પાયલટ સાથે સંવાદ કરીને લાઇવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યુ હતું. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યમાં હાલ પ૮પ એમ્બ્યુલન્સ દ્વારા ૧ લાખ ૯૬ હજાર ચો.કિ.મી. વિસ્તારને આવરી લઇ ૬ કરોડથી વધુ લોકોને જરૂરિયાતના સમયે સેવાઓ પૂરી પાડવામાં આવે છે. 
ય્ફદ્ભ ઈસ્ઇૈં ૧૦૮ના ચીફ એકઝીકયુટિવ ઓફિસર જશવંત પ્રજાપતિએ આ મોબાઇલ એપ અંગેનું પ્રેઝન્ટેશન કરતાં જણાવ્યું કે, આગામી સમયમાં ડીજીટલ ફોર્મમાં ડેટાની આપ-લે, હોસ્પિટલની માહિતી અને પસંદગી તથા નેવીગેશન વગેરે સુવિધાઓથી ૧૦૮ સેવા સજ્જ થશે. મુખ્યમંત્રીએ આ નવતર સંવેદનશીલ અભિગમ પ્રસ્તુત કરવાના આરોગ્ય વિભાગ અને ૧૦૮ ઇમરજન્સી સેવાઓના સંયુકત પ્રયાસની સરાહના કરતાં કહ્યું કે, ૧૦૮ સેવાઓ માત્ર ફોન નંબર નહિ, જીવાદોરી બની રહી છે. 

Previous articleઘોઘા-દહેજ ફેરી સર્વિસનું PM હસ્તે ઉદ્દઘાટન
Next article રાજ્ય પાક વીમા ફંડની રચના કરવામાં આવશે : ચીમનભાઇ સાપરીયા