રાફેલ ડીલમાં કેન્દ્રની મોદી સરકાર પર સતત ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી કોંગ્રેસ પર નાણા મંત્રી અરુણ જેટલીએ આજે આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે ‘કોંગ્રેસ તરફથી રાફેલ ડીલની કિંમત પર હંમેશાથી ખોટા તથ્યો રજુ કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતે જ પોતાના અલગ અલગ ભાષણોમાં 2007ની આ રાફેલ ડીલની સાત અલગ અલગ કિંમતો ગણાવી છે.’
રાહુલની વિચારસરણી નાની
સમાચાર એજન્સી એએનઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં નાણા મંત્રી અરુણ જેટલીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે રાફેલ ડીલ પર આરોપ લગાવનારી ચર્ચા પ્રાઈમરી શાળામાં થતી ચર્ચા સમાન છે. જે રીતે મેં કોઈ સામાન માટે 500 રૂપિયા આપ્યાં અને તમે 1600 રૂપિયામાં ખરીદ્યો. આ બધા તર્ક એ દર્શાવે છે કે રાહુલ ગાંધીની સોચ કેટલી નાની છે.
બ્લોગ લખી નાણા મંત્રીએ રાહુલ ગાંધીને 15 સવાલ પૂછ્યાં
– આ ઉપરાંત બુધવારે અરૂણ જેટલીએ બ્લોગ લખી કોંગ્રેસ પર હુમલો કર્યો છે અને રાહુલ ગાંધીને 15 સવાલ પૂછ્યાં છે.
– જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું કે કોંગ્રેસ પાર્ટી કોઈપણ આધાર વગર સરકાર સામે આ ડીલને લઈને નિશાન સાધે છે.
– તેઓએ લખ્યું કે એક રાષ્ટ્રીય પાર્ટી પાસે એવાં પ્રકારની આશા લગાવવામાં આવે છે કે કોઈપણ આરોપ લગાડતાં પહેલાં તેઓ તથ્યોની તપાસ કરે.
– જેટલીએ લખ્યું કે UPAએ આ ડીલમાં લગભગ એક દશકા જેટલું મોડુ કર્યું, જેની સીધી અસર રાષ્ટ્રીય સુરક્ષા પર પડી.
– અરૂણ જેટલીએ કહ્યું કે અત્યારસુધી આ ડીલના ભાવ પર જે કંઈ રાહુલ ગાંધી અને કોંગ્રેસ કહે છે, તે બધું જ ખોટું છે. આ પ્રકારના મુદ્દાઓ ઉઠાવીને કોંગ્રેસ પાર્ટી માત્ર ડીલને ટાળવા માગે છે જેની અસર ભારતની સુરક્ષા પર પડી શકે છે.
– અરૂણ જેટલીએ પોતાના બ્લોગમાં કોંગ્રેસ પાર્ટીને લગભગ 15 સવાલ પૂછ્યાં. તેઓએ કહ્યું કે UPA સરકાર પૂરી રીતે નિર્ણય લેવામાં અસમર્થ હતી અને તેથી જ આટલી મહત્વપૂર્ણ ડીલ લગભગ એક દશકા સુધી ટળતી રહી હતી.