રાજુલા તાલુકાના નેસડી ગામનો આહિર યુવાન નદીના ધુનામાં નહાવા જતાં ગરક થતા તંત્ર/ગામ લોકો સહિત લાખ મથામણો પરિણામ શુન્ય આખરે શિયાળબેટની સરપંચની તરવૈયા ટીમે નદીમાં ઝંપલાવી લાશને પ૦ ફુટ ઉંડેથી ખેંચી લાવ્યા.
રાજુલા તાલુકાના નેસડી ગામનો આહિર બાઉભાઈ ગભાભાઈ લાખણોત્રા તેના ગામની નદીના ચેકડેમના ધુનામાં નહાવા પડતા તે અકસ્માતે ઉંડા પાણીમાં ગરક થઈ જતાં સરપંચ નનાભાઈ કાળાભાઈ લાખણોત્રા દ્વારા તેમજ ડુંગરના સુકલભાઈ બળદાણીયા, આતાભાઈ વાલેરાભાઈ, દુલાભાઈ સાદુળભાઈ કોવાયા, સનાભાઈ વાઘ સરપંચ રામપરા, તરવૈયા વાસુરભાઈ વાઘ (રામપરા), અરજણભાઈ લાખણોત્રા કોવાયા, મુળુભાઈ સરપંચ દાતરડી દ્વારા તંત્રને જાણ કરતા રાજુલા મામલતદાર કોટડીયા, તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદી ઘટનાસ્થળે ગઈરાતના પહોંચી ગયેલ. તરવૈયા માટે ઓકસીજન બાટલા જોઈએ તે રામપરા, સરપંચ દ્વારા પીપાવાવ પોર્ટ પાસે તાબડતોબ ઓકસીજન ન મળેલ. અંતે આ વાતની જાણ સંસદીય સચિવને સુકલભાઈ બળદાણીયાએ હમીરભાઈનો સંપર્ક સાધતા તેની પાણી ગમે તેટલું ખાપછાનસ તાકાત ધરાવતી ટીમના રૂપસંગભાઈ, રામજીભાઈ બારૈયા, વિજયભાઈ ગોંડલીયા, ડાહ્યાભાઈ શિયાળ, ધર્મેશ સાદુળ શિયાળ, નરસીભાઈ શિયાળ, કિસન કાના શિયાળની ટીમે ઉંડા પાણીમાં ખાબકી પ૦ ફુટ ઉંડેથી લાશને આજે ખેંચી લાવી તંત્રના એસ.ડી.એમ. ડાભીની હાજરીમાં સોંપી દીધી. જેનું પી.એમ. સુધી નાયબ કલેક્ટર જાફરાબાદ મામલતદાર ચૌહાણ, રાજુલા મામલતદાર કોરડીયા, તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદી તેમજ નેસડી ગામના સરપંચ નનાભાઈ કાબાભાઈ લાખણોત્રા, ડુંગર પીએસઆઈ ઝાલા દ્વારા રાજુલા હોસ્પિટલે ડો.જેઠવા દ્વારા પી.એમ. કાર્યવાહી હાથ ધરાઈ.