ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી ચારણીયા સમવાય જ્ઞાતિમંડળ-ભાવનગરના ઉપક્રમે તેજસ્વી વિધાથીઓ,દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
બ્રહમસમાજના મહાપર્વ શ્રાવણી બળેવ પ્રસંગે તેજસ્વી વિધાથીઓ, દાતાઓનો સન્માન સમારોહ યોજાયો આ પ્રસંગે જ્ઞાતિરત્ન એવોર્ડ, સ્વ.નટવરલાલ મણિશંકર મહેતાને જ્ઞાતિના સંગઠનમાં અથક પુરુષાર્થ કરવા બદલ સન્માની કરાયેલ જયારે કમલેશ બળવંતભાઇ જોષી, રવિ દિનેશભાઇ જોષી, કેવલ રાજેશભાઇ જોષી,ને જ્ઞાતિમાં વિશેષ યોગદાન બદલ જ્ઞાતિ વિશેષ સન્માન પત્ર-સ્મૃતિચિન્હથી સન્માનીત કરાયેલ તેમજ જોષી પરિવારના પોલીસ હેડ કવાર્ટર, રીડર શાખામાં એ.એસ.આઇ.તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ જોષીનુ શોલથી સન્માન સીટી ડીવાયએસપી.મનીષઠાકરે કરેલ.
આ પ્રસંગે મુખ્ય અતિથિ મનીષભાઇ ઠાકર એ જણાવેલ કે, સમય, સ્વાસ્થય, શ્રેષ્ઠકર્મ પ્રતિ જાગૃતિ જીવનને સફળ બનાવે છે. કાર્યક્રમમાં જ્ઞાતિ મંડળના પ્રમુખ ભરતભાઇ પંડયાએ વિધાર્થી જીવનમાં આત્મવિશ્વાસ, દર્ઢતાવડે સફળતા મેળવવા જણાવેલ હતુ. ગત વર્ષમાં જ્ઞાતિજનો જે અવસાન પામેલ તે ઓને ૧-મીનીટ મૌન રાખી શ્રધ્ધાંજલી આપેલ હતી.આ કાર્યક્રમમાં રાજેશ જોષી,(બ્રહમસમાજના અગ્રણીય) ઉપ પ્રમુખ, વિજય રાવલ, મહામંત્રી દિપક જાની સહિત ઉપસ્થિત રહ્યા હતાં.