વિકાસ કોનો, કોણે અને કેવી રીતે કરવાનો? : હેમંતભાઈ શાહ

1095

મનુભાઈ પંચોળી દર્શક વ્યાખ્યાન માળામાં જાણીતા અર્થશાસ્ત્રી પ્રાધ્યાપક હેમંતભાઈ શાહે કહ્યું કે વિકાસ કોનો, કોણે અને કેવી રીતે કરવાનો ? તેમણે વિકાસની પરિભાષા સ્પષ્ટતા રજુ કરી. લોકભારતી સણોસરા ખાતે પુર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.  લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આજે મનુભાઈ પંચોળી દર્શક વ્યાખ્યાન માળાના સોળમાં મણકાના વ્યાખ્યાનમાં જાણીતા અર્થશાસ્ત્રી પ્રાધ્યાપક હેંમતભાઈ શાહે દેશના વિકાસની દશા અને દિશા વિષય પર કહ્યું કે વિકાસ કોનો કરવાનો ? વિકાસ કોણે કરવાનો ? વિકાસ કેવી રીતે કરવાનો ? તેમણે વિકાસની પરિભાષા સ્પષ્ટતા રજુ કરી.

પ્રારંભે લોકભારતના વડા અરૂણભચાઈ દવેએ આવકાર અને કાર્યક્રમની ભુમિકાની વાત કરતા અહીં વ્યકિતનું નહીં મુલ્યનું સન્માન થઈ રહ્યાનું જણાવ્યું.

અહીં લોકભારતના પુર્વ વિદ્યાર્થીઓ ગજરાબેન ચૌધરી (સમાજ સેવા), રવિન્દ્રભાઈ અંધારિયા (શિક્ષણ સાહિતય) વિનોદભાઈ મકવાણા (શિક્ષણ- ગ્રામ વિકાસ તથા વિનોદભાઈ કેવરિયા (સાહિત્ય- પ્રચાર)નું સન્માન કરાયું હતું.  રામચંદ્રભાઈ પંચોળીના હસ્તે ચાદર અર્પણ કરી અંતે આભાર વિધી કરતા તેઓએ સન્માનિતો પ્રત્યે પુરૂષાર્થને ઉગાડ્યાની લાગણી વ્યકત કરી હતી.

Previous articleરાજુલા યુવા ભાજપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Next articleદબાણ હટાવ ટીમ કાળાનાળા વિસ્તારમાં