મિસ યોગીની સફળ કેરીયરમાં વધુ એક યશ કલગીનો ઉમેરો

2396

તાજેતરમાં દક્ષિણી પ્રાંત ચેન્નાઈ ખાતે દેશ વિદેશના સેંકડો યોગ સ્પર્ધકો વચ્ચે યોજાયેલ કોમ્પીટીશેશનમાં ભાવનગરની જાનવી મહેતો દ્વીતીય સ્થાન સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.

યોગ ક્ષેત્રે વિશ્વભરમાં ભાવેણાનું નામ ગુજતુ કરી અત્યાર સુધીમાં અનેક એવોર્ડ સાથે બહોળી પ્રસિધ્ધીના શિખરો સર કરનારી ભાવેણાની દિકરી જાનવી મહેતાએ વધુ એ જ જવલંત સિદ્ધી પોતાના નામે કરી છે તાજેતરમાં ચેન્નઈના મહાબલ્લીપૂરમ ખાતે યોગા વર્લ્ડ ચેમ્પિયન શીપ સાથે ઈન્ડો ચાઈના યોગા ફેસ્ટીવલ વર્લ્ડ યોગ કોન્ફરન્સ તથા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ૨૦-૮ ની ફેસ્ટીવલ યોજવામાં આવી હતી જેમાં ગુજરાતમાંથી ૯ ખેલાડીઓ જોડાયા હતા આ સ્પ્રધામાં કુલ ૪૧૨ યોગ સ્પર્ધકો પૈકી ૨૪૭ જેટલા સ્પર્ધકો એ વર્કશોપમાં જોડાયા હતા. દેશ પરદેશથી આવેલા સ્પર્ધકો સાથે ગ્રિનીશ બૂકમાં સ્થાન બનાવ્યુ છે. તથા ઈન્ડીવીડ્યુઅલ ઈવેન્ટમાં જાનવીએ બીજો ક્રમ પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવી રાજ્ય સાથો સાથ પુનઃ એકવાર ભાવેણાનું નામ રોશન કર્યુ છે. આગામી સમયમાં દુબઈ ખાતે યોજાનાર વર્લ્ડ યોગા ઈવેન્ટ માટે જાનવી હાલ તૈયારી કરી રહી હોવાનું જાણવા મળ્યુ છે.

Previous articleગુજરાતી ફિલ્મ તારી માટે વન્સ મોરનાં કલાકારો ભાવનગરમાં ૨૧મીએ રજુ થશે
Next articleઉંઘમાં આવતા સપના બંધ કરવા નાગપાંચમનું વ્રત શ્રેષ્ઠ ઉપાય