તા. ૧ર નવેમ્બરના રોજ દિલ્હીના શીરીફોર્ટ ઓડીટોરીયમ ખાતે ભારતભરમાંથી ૧૦૦ જેટલા રેકોર્ડ ધારકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજાની પણ પસંદગી કરવામાં આવી છે. અજય જાડેજા દ્વારા અકસ્માતને લગતી તસ્વીરોના કારણે ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં ર૦૧૪માં નામ નોંધાયું હતું. આ સિવાય લીમકાબુક સહિત ૭ જેટલા રેકોર્ડ તેમના નામે છે. દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય મિડીયા પણ હાજર રહેનાર છે.