લાલુ યાદવે કર્યું સરેન્ડર

1078

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદે સીબીઆઇ કોર્ટમાં સરેન્ડર કરી દીધું છે. જસ્ટિસ એસએસ પ્રસાદની કોર્ટે તેમને ન્યાયિક અટકાયત કરીને તેમને હોટવાર જેલ મોકલી દીધા છે. કોર્ટે રિમ્સના ડોક્ટરને લાલુ પ્રસાદના મેડિકલ ચેક-અપનો પણ આદેશ આપ્યો છે.

લાલુ પ્રસાદના વકીલે કહ્યું કે આરજેડી સુપ્રીમોને પહેલા જેલમાં મોકલવામાં આવશે. આ પહેલા રાંચી સ્થિત સ્ટેટ ગેસ્ટ હાઉસમાં ગુરૂવારે સવારે જેવીએમ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ તેમને મળ્યાં હતાં. બુધવાર સાંજે કોંગ્રેસ નેતા સુબોધકાંત સહાય અને નેતા પ્રતિપક્ષ હેમંત સોરેને પણ તેમના ખબર અંતર પૂછ્યા હતાં. મુલાકાત દરમિયાન 2019 ચૂંટણીને ધ્યાનમાં રાખતા સેક્યુલર પાર્ટીઓને એક મંચ પર લાવવા અંગે ચર્ચા થઇ હતી.

Previous articleહાર્દિક પટેલ કોર્ટમાં રહ્યો ગેરહાજર
Next articleરિક્ષાચાલકની પુત્રીએ દેશને અપાવ્યું ગોલ્ડ