ગ્રાન્ટેડ શાળા કર્મચારીઓ સાથે થયેલા અન્યાય મામલે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ આક્રમક બની રહ્યું છે.
શિક્ષણ સહાયકોને ઓછો પગાર વધારો, સળંગ નોકરી તથા સાતમાં પગારપંચના તફાવતના હપ્તા અંગેની રજૂઆતો બાદ પણ કોઈ નક્કર પરિણામ ન આવતા તાજેતરમાં મહામંડળની કારોબારી બેઠક મળી હતી. જેમાં સરકાર માંગણીઓ પુરી નહી કરે તો ૨ હજારથી વધુ શિક્ષકો મુડંન કરાવશે.
આ માટે સરકારને પાંચમી સપ્ટેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે.ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકોને સરકારી શાળાના શિક્ષણ સહાયકો કરતા ૬ હજારથી માંડીને ૧૨ હજારનો ઓછો વધારો અપાયો છે.
જો શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના પ્રશ્નો ઉકેલવામા નહી આવે તો આગામી ૧૬ સપ્ટેમ્બરના રોજ શિક્ષકો સામુહીક મુંડન કરાવશે. રાજ્યના ૨ હજારથી વધુ શિક્ષકો મુડન કરવવાનો અંદાજ છે.સમગ્ર રાજ્યમાં ૬૦ હજારથી વધુ શિક્ષકો લાભથી વંચિત છે.