ડમ્પીંગ સાઈટ પર ઠેરઠેર કચરાના ઢગ વ્યવસ્થાપનના અભાવે રોગચાળાની ભિતી

2095

સ્વચ્છ ભારત અભિયાન અને લીલો સુકો કચરો અલગ અલગ કરવા માટે જનજાગૃતિના કાર્યક્રમો જાહેરાતો પાછળ કરોડો રૃપિયાનો ખર્ચો કરાય છે. ત્યાં બીજી બાજુ દહેગામમાં આવેલા સ્મશાનગૃહ પાસે કરાયેલા આખા દહેગામ નગર દ્વારા કરવામાં આવતા કચરાના ઢગલા ત્યાં રહેતા સ્થાનિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે. મહત્વની વાત તો એ છે કે તેની બાજુમાં જ લાખોના ખર્ચે તૈયાર કરી આપેલા વર્ણિ કંપોસ્ટ પ્લાન્ટ પણ શોભાના ગાઠીયા સમાન સાબિત થયો છે.

સરકાર દ્વારા ઘન કચરાના યોગ્ય નિકાલ માટે ડોર ટુ ડોર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લીલો સુકો કચરો અલગ અલગ કરી અને તે કચરામાં પ્લાસ્ટિકના કચરાને અલગ કરી અને તેને રિસાયકલ કરવાની યોજના હતી અન જે ઘરોમાંથી નીકળેલા કચરાને સડાવી અને તેનું ખાતર બનાવી અને તેને વહેચવું આ કાર્ય કરવા માટે ઘન કચરા નિકાલ વ્યવસ્થા આયોજન અંતર્ગત વર્મી કંપોસ્ટ પ્લાન્ટ બનાવી આપવામાં આવ્યો છે. જે માત્ર ને માત્ર શોભાના ગાઠિયા સમાન છે.

અધુરામાં પુરું પ્લાસ્ટિકના કચરાનો કોઇ જ નિકાલ ન હોવાથી તેને જાહેર માર્ગો ઉપર ખુલ્લો ફેંકી દેવામાં આવ્યો છે. તેની ઉપર અત્યારે વરસાદ પડવાથી અસહ્ય દુર્ગંધ અને ભયંકર ગંદકી થવા પામી છે. સ્થાનિક રહેવાસીઓ તો આ વસ્તુથી ટેવાઇ ગયા છે. પણ કોઇ માણસ અગર રોડ પરથી નીકળે તો પણ ર મિનિટ એ જગ્યાએ ઉભા ન રહી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

દહેગામ નગરપાલિકામાં સ્મશાન સમિતિ લેવા અને તેના શણગારવા માટે કોર્પોરેટરો પડાપડી કરતા હોય છે અને દહેગામનું સ્મશાન હાલ એક રમણીય સ્ળ સમાન બનાવી દીધું છે. પણ બાજુમાં આવેલા આ વર્મી કંપોસ્ટ પ્લાન્ટ પર કેમ કોઇની નજર નહિ જતી હોય તે એક સવાલ છે. ગંભીર બીમારીઓને જન્મ આપનારી જીવાતો, માખીઓ અને જાહેર સ્વાસ્થ્યને નુકસાનકારક ગેસ પણ આ કચરાના ઢગલાઓમાંથી નીકળે છે.

ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓને શું આ વાતનું ધ્યાન નહીં હોય કે દહેગામમાં ઘન કચરાના નિકાલ મુદ્દે કંઇ જ કરવામાં નથી આવી રહ્યું કે પછી એ લોકો પણ આંખ આડા કાન કરી અને બેઠા છે ? માત્ર રાજનીતિ કરતા શાસકપક્ષ અને વિપક્ષને લોકોના સ્વાસ્થ્ય કે આરોગ્ય સાથે કંઇજ લેવા દેવા નથી.

વોટ મેળવવા માટે માત્ર છીછરી રાજનીતિ કરતા આ નેતાઓને પ્રજાના પૈસાની કોઇ જ કિંમત નથી માત્રને માત્ર પોતાના સ્વાર્થ માટે કરવામાં આવતા રાજકારણ મુદ્દે અને પોતાની જાતને ફાયદો પહોંચાડવા વાળા રાજકારણ માટે હવે લોકોએ જ જાગૃત થવું પડશે. પોતાના મતવિસ્તારમાં કોઇ જાતની રજૂઆત કોઇ સાંભળતું નથી અને જાહેર સંપતિને નુકશાન કરતા લોકોને પણ માટે ગુમાવી દેવાના ગંદા રાજકારણ માટે બોલવામાં આવતું નથી જેનો ભોગ માત્રને માત્ર જનતા જ બનતી હોય છે.

Previous articleશિક્ષકોના પ્રશ્નો નહીં ઉકલે તો બે હજારથી વધુ શિક્ષકો મુંડન કરાવશે
Next articleભૂમાફીયા પરષોતમ ચીમનાણીને ૭ વર્ષની કેદ ફરમાવતી ગાંધીનગર કોર્ટ