સરકારના બાયોમેટ્રીક ફીંગર પ્રિન્ટના પરિપત્રને રાજુલા તા.પં. દ્વારા આવકાર

817

રાજ્ય સરકારના બાયોમેટ્રીક ફીંગરપ્રિન્ટના પરિપત્રને વધાવતા રાજુલા તાલુકા પંચાયતના ચેરમેન સહિત આગેવાનો તેમજ સરપંચ એસોસીએશનની બેઠકમાં પણ ગ્રામ્ય અને તાલુકાના વિકાસ બાબતે રાજ્ય સરકારનું સરાહનિય પગલુ ગણાવાયું.

રાજ્ય સરકારના તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતમાં ફરજીયાત તલાટી કમ મંત્રી, શાળાના શિક્ષકો, આંગણવાડી વર્કરો, આશાવર્કરો અને પશુપાલક કર્મચારીઓ સહિતને ફીંગરપ્રિન્ટ દ્વારા રોજેરોજની બાયોમેટ્રીક પધ્ધતિ દ્વારા હાજરી પુરાયાની ફરજીયાતના પરિપત્રને વધાવતા તાલુકા પંચાયતના ચેરમેન ભીખાભાઈ પીંજર, તાલુકા પંચાયત બચીબહેન બળવંતભાઈ, જગુભાઈ ધાખડા તેમજ તાલુકા સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા સહિતે રાજ્ય સરકારના આ બાયોમેટ્રીક ફીંગરપ્રિન્ટમાં હાજરી ફરજીયાતમાં આવરી લેવાયા. તાલુકા પંચાયતના કર્મચારીઓ, ત.ક. મંત્રીઓ શિક્ષકો, આંગણવાડી વર્કરો, આશાવર્કરો અને પશુપાલક કર્મચારીઓ સહિતની ગ્રામ્ય વિસ્તારમાં ફરજીયાત હાજરીથી ગ્રામ્ય જનતાને રોજેરોજના ધક્કા, તાલુકા પંચાયતના થાય છે તે મટી જશો અને લોકોના કામો પોતાના ગામોમાં રોજ હાજરી પુરાવનારા ત.ક. મંત્રી વધારે જવાબદાર હોય તેમજ બાળકોના સ્વાસ્થ્ય, પોષણક્ષમ ખોરાક બાબતે આંગણવાડી અને આશાવર્કરો હાજર રહેવાથી પણ ખુબ ફાયદો થશે જે આ પરિપત્રને અમો સૌ તાલુકા કચેરીના હોદ્દેદારો તેમજ સરપંચ એસોસીએશનમાં તમામ ગામોના સરપંચોમાં ખુશીનો માહોલ છવાયો છે. જે કે આ પ્રક્રિયાની કામગીરી જિલ્લા ડીડીઓ યોગેશ નિરગુડે દ્વારા શરૂ કરાઈ છે.

હવે ત.ક. મંત્રીએ કચેરીમાં હાજર રહેવું પડશે : શિક્ષણાધિકારી વાઢેર

જાફરાબાદ તાલુકા શિક્ષણ અધિકારી એચ.ડી. વાઢેરનું નિવેદન લેતા કહેલ કે, હજુ અમારે શિક્ષણ વિભાગમાં આ પરિપત્ર બાબતે જોઈએ તો ભલે અમારા શિક્ષકગણોમાં ચર્ચાઓ કદાચ થતી હોય કે સ્કુલથી ગ્રામ્ય પંચાયતે ફીંગરપ્રિન્ટ આપવા જવું પડે તો તે વાત સરકારના નિયમ મુજબ બરોબર છે. ક્યાંય ધક્કો થવાનો નથી કારણ જે સમયે સ્કુલનો ટાઈમ હોય તેવા ટાઈમે ગ્રામ પંચાયત કચેરીએ સરપંચ અને ત.ક. મંત્રી પણ હાજર જ હોય છે નહીં રહેતા હોય તો રહેવું પડશે. સરકારના આ નિયમ પ્રમાણે ચાલવું જ પડશે.

સરકારી નિયમને શિક્ષણ વિભાગ દ્વારા આવકાર : કરણભાઈ બારૈયા

જાફરાબાદ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને હાલના તાલુકા પંચાયત ઉપપ્રમુખ કરણભાઈ બારૈયાએ કહેલ કે તાલુકાના ૪૧ ગામોમાંથી સરપંચો અને ગ્રામ્ય જનતા દ્વારા રોજેરોજની આવતી તાલુકા કચેરીએ ફરિયાદો કે અમારે દાખલો કઢાવવો છે પણ મંત્રી સાહેબ હાજર નથી હવે એક માત્ર દાખલા માટે તે જનતાના કામો ટલ્લે ચડતા હવે આ બાયોમેટ્રીક ફીંગરપ્રિન્ટના નિયમોથી કાયમી સમસ્યા હલ થશે. આ સરકારી નિયમને અમો શિક્ષણ વિભાગ સહિત આવકારીએ છીએ.

જનતાના કામો તેના ગામમાં જ થશે : મહિપતભાઈ વરૂ

ભારત દેશ આઝાદ થયા પછી સૌપ્રથમ પહેલીવાર સરકારે જે બાયો મેટ્રીક ફીંગરપ્રિન્ટનો નિયમ લાગુ થયાથી પ્રથમ તો તમામ સરપંચોની ફરિયાદો જે ગામડાઓમાં તલાટી કમ મંત્રીઓ અઠવાડીયામાં માત્ર બે કે ચાર દિવસે આવતા હોય છે. બાકી પંચાયત કાર્યવાહી તેમના ઘરે બેઠા કરતા હોવાથી ગામની જનતાના કામો ટલ્લે ચડતા હોવાની રાવ અમો તાલુકા વિકાસ અધિકારી કે.પી. વાઢેરને કરતા આવ્યા છીએ અથવા તો કરણભાઈ બારૈયાને તાલુકા કચેરીએ ફરિયાદ કરતા આવ્યા છીએ જે ફરિયાદોનો ઢગલો તંત્ર દ્વારા દરેક તાલુકામાંથી ફરિયાદોના નિવારણ માટે જ રાજ્ય સરકારે આ નિયમ બનાવ્યાને અમો આવકારીએ છીએ કે હવે જનતાના કામો તેના ગામમાં જ થશે.

ટુંકમાં ગામડા સુધી ઈન્સ્ટોલેશન કામગીરી શરૂ કરાશે : ડીડીઓ

ડીડીઓ યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની તમામ કચેરીઓમાં બાયોમેટ્રીક ફિંગર પ્રિન્ટ મશીનથી હાજરી પુરાવાની પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી છે પણ હાલ રજીસ્ટ્રેશન અને ઈન્સ્ટોલેશનની કામગીરી શરૂ છે જે ટુંક સમયમાં ગ્રામ્ય વિસ્તાર સુધી કાર્યરત થશે જેનાથી લોકોના કામોને વેગ આવશે.

Previous articleતુલસીશ્યામ ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાશે : તડામાર તૈયારીઓ શરૂ
Next articleસ્ટેન્ડીંગ કમિટીમાં જનહિતના પ્રશ્નો અંગે સભ્યો આક્રમક