રાજુલાના યુવાન એવા અમરીશભાઈ ડેર દ્વારા વધુ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાતા સમગ્ર પંથકની ધર્મ પ્રેમી જનતામાં ખુશીનો માહોલ છવાયો છે. રાજુલાના સાવરકુંડલા રોડ પર આવેલ પુજા બાપુ ગૌશાળામાં બહોળી સંખ્યામાં નિરાધાર ગૌમાતાઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. અને અહીં અનેક દાતાઓના સહયોગથી ભવ્ય ગૌશાળા બનાવવામાં આવી રહી છે. ત્યારે રાજુલાના સામાજીક કાર્યકર અમરીશભાઈ ડેર દ્વારા આગામી તા. ર૭-૧૦-ર૦૧૭ને શુક્રવારના રોજ હનુમાન ગાળામાં બિરાજતા હનુમાનજી મહારાજને થાળ ધરવાનો (પ્રસાદ) અને રાત્રીના ૭ થી ૧૦ વાગ્યા સુધી હનુમાન ગાળા બોરાળા ગામના બસ સ્ટેન્ડ પાસે ભવ્ય લોકડાયરો યોજાશે જેમાં માયાભાઈ આહિર અને કિર્તીદાન રમઝટ બોલાવશે અને દાનમાં આવેલ તમામ રકમ પુજાબાપુ ગૌશાળાના કાર્યોમાં વપરાશે.