ધંધુકા- બગોદરા હાઈવેના ખડોળ ગામના પાટીયા પાસે કોઈ અજાણ્યા વાહને બાઈક ચાલકને અડફેટે લેતા કૃતિયાણાના યુવકનું કરૂણ મોત નિપજયું હતું.
અકસ્માત ઘટના સંદર્ભે ધંધુકા ૧૦૮ને જાણ થતાં પાયલોટ આદમભાઈ વોરા અને ઈએમટી હર્ષદભાઈ મુલાણી ઘટના સ્થળે વિના વિલંબે દોડી ગયા હતાં. છેલ્લા શ્વાસે ૧૦૮ના કર્મચારીઓને પ્રયત્નો પરંતુ કારગત ન નિવડ્યા અને યુવકે શ્વાસ છોડી દીધા હતાં. આ યુવક પોતાના કબજાવાળુ બાઈલ લઈ પસાર થઈ રહ્યો હતો તેવા સમયે કોઈ અજાણ્યું વાહન તેને ટક્કરે લઈ છુમંતર થઈ જવા પામેલ મૃતપ્રાય બનેલ યુવક પાસેથી મળેલ ૬૬૦૦ રૂા. રોકડા તથા મોબાઈલ સહિત ધંધુકા ૧૦ઠની ટીમ દ્વારા મૃતકના પરિવારજનોને સોપી સરાહનિય કામગીરી બજાવેલ છે. અકસ્માત ઘટનામાં મૃત્યુ પામેલ આડેસરા સુરેશભાઈ વિરમભાઈ (ઉ.વ.૩૦) વર્ષ રહે. કાસઠ કે.વી. અમરમાનગર, કૃતિયાણા જિ. પોરબંદર વાળાનું ધંધુકા પોલીસે સામુહિક આરોગ્ય કેન્દ્ર ધંધુકા ખાતે પી.એમ. કરાવ્યા બાદ મૃતદેહને તેના પરિવારને સોંપ્યો હતો, તો વળી ધંધુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.