ભાવનગર શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતા બાળકો પરિવારની અતિ નબળી આર્થિક પરિસ્થિતિને લીધે અભ્યાસ કરી શકતાં નથી. આમ આવા મજુરી કરતા બાળકો તેમજ આર્થિક રીતે પછાત અને જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે એવાં ઉમદા હેતુથી સાંઈ રીસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર સંસ્થા દ્વારા બાળશાળા શરુ કરવામાં આવેલ છે. જેમાં તેઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે છે. બાળકોમાં રહેતી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એ માટે વિવિધ કૌશલ્યવર્ધક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે બાળપ્રવાસોનું પણ આયોજન કરવામાં આવે છે. બાળકોના આવા તમામ રસના વિષયોને આવરીને એમને જ્ઞાન પીરસવાનું કામ સાઈ રીસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ચેરીટેબલ ટ્રસ્ટ- ભાવનગર દ્વારા કરવામાં આવી રહયુ છે. આ બાળશાળા માં ભાઈબીજના દિવસે સ્વ. ઈશ્વરલાલ ગંભીરદાસ શાહની પુણ્યતીથીના દિવસે બાળકૉને શિક્ષણ કિટ વિતરણ ગૌતમ મેડીકલ -ભાવનગર દ્વારા કરવામાં આવ્યું હતું.