ભંડારીયા સ્થિત દુઃખીશ્યામ બાપા આશ્રમે શ્રાવેણી પર્વની ઉજવણી કરાશે

966

ભાવનગરથી રપ કિ.મી. દુર ભંડારીયા ગામથી પુર્વ તરફ ર કિ.મી.ના અંતરે સંતશ્રી દુઃખીશ્યામ બાપા આશ્રમમાં જાગનાથ મહાદેવનું બે શિવલીંગવાળુ પૌરાણિક મંદિર કુદરતી સૌદર્ય વચ્ચે આવેલ છે. અહીં પવિત્ર  શ્રાવણ માસ દરમિયાન દરરોજ લઘુરૂદ્ર હવન, બ્રહ્મ ચોર્યાશી તથા યાત્રિકોને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. જેનો લાભ લોકો ધર્મપ્રેમીઓ બહોળા પ્રમાણમાં લઈ રહ્યા છે. ઉપરાંત શ્રાવણ વદ- આઠમ જન્માષ્ટમીના દિવસે વિશિષ્ટ આયોજનમાં બ્રહ્મ ચોર્યાશી ઉપરાંત આખો દિવસ દરમિયાન આવતા યાત્રિકો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવશે. આથી આઠમના દિવસે તમામ ગુરૂ પરિવાર ધર્મપ્રેમીઓને પધારવા આશ્રમ તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે. આવનાર યાત્રિકોને પુરતી સગવડ મળી રહે તે માટે ટ્રસ્ટીઓ તેમજ સેવક સમુદાય સુંદર આયોજનની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

Previous articleદેશી તમંચો અને જીવતા કાર્ટીશ સાથે શખ્સને ઝડપી લેતી એસઓજી
Next articleગ્રીનસીટીના ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો