ગ્રીનસીટીના ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

798

શહેરના આંગણે ગ્રીનસીટી દ્વારા માધવદર્શનથી ઘોઘાસર્કલ સુધીના રોડ પરના ડીવાઈડરમાં ગામઠીના સૌજન્યથી ભૂતપૂર્વ સાંસદ રાજુભાઈ રાણા તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ દ્વારા રપ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ રોડ પરના ડીવાઈડરમાં કુલ ૧રપ વૃક્ષોનું વૃક્ષારોપણ ગ્રીનસીટી કરવાનું છે. આજે અનુમાન ચંપા નામના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે શહેરમાં ભાગ્યે જ જોવા મળે છે અને આ વૃક્ષો દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે અને બારેય માસ ફુલોથી ભરપુર રહે છે. આજ કારણે આ રોડની સુંદરતામાં ખૂબ જ વધારો થશે. આ રોડની બન્ને બાજુએ અગાઉ ગ્રીનસીટી દ્વારા ગુલમહોરના વૃક્ષોનું વૃક્ષારોપણ થયેલ છે. જે હાલમાં મોટા વૃક્ષો બની ગયા છે. હવે આ વૃક્ષો મોટા થતા આ રોડનું દ્રશ્ય એકદમ નયનરમ્ય બની જશે તેમ ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું.

આ વૃક્ષારોપણમાં દેવેનભાઈ શેઠ, મલ્લીકાબેન શેઠ, વેદાંત શેઠ, મીલી શેઠ, દેવેનભાઈની પૌત્રી સ્વરા શેઠ, કમલેશભાઈ શેઠ, ગ્રીનસીટીના સભ્યો પરેશભાઈ, ઝેક ઝાલા, અર્જુનભાઈ માવાણી, મેઘા જોશી, અલકાબેન મહેતા તથા ગામઠીનો સમગ્ર સ્ટાફના સભ્યો હાજર રહ્યાં હતા.

Previous articleભંડારીયા સ્થિત દુઃખીશ્યામ બાપા આશ્રમે શ્રાવેણી પર્વની ઉજવણી કરાશે
Next articleશહેરનાં આંગણે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુર્હુત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા