રેશ્મા, વરૂણ ભાજપમાં જોડાતા ટાણા ગામે પૂતળા દહન કરાયું

1528
bhav25102017-3.jpg

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા રેશ્મા પટેલ અને વરુણ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે અનામત આંદોલન દરમિયાન આ બંને નેતાઓએ પીએમ મોદીથી લઈ આખી ભાજપની હસી ઉડાવીને પેટભરીને ભાંડનાર વરુણ અને રેશ્મા પટેલ અચાનક પાટલી બદલીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો જેને લઈને સમગ્ર ગુજરાતના પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરી જેઓના પૂતળા દહન કરીને વિરોધ કરી રહ્યા છે જ્યારે અનામત આંદોલનનું એપી સેન્ટર ગણાતું સિહોર તાલુકાના ટાણા ગામે રેશ્મા પટેલ અને વરુણ પટેલનું પૂતળું સળગાવીને જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાજપમાં જોડાયેલા બન્ને નેતાઓને સિહોર તાલુકા નહીં ભાવનગર જિલ્લામાં પગ નહિ મુકવાની પણ પાટીદારો દ્વારા ચીમકી ઉચ્ચારી હતી અને પાટીદાર સમાજમાં આ બન્ને નેતાઓ વિરોધ ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

Previous article છેવાડાના વિસ્તારના પછાત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ
Next article મંજુર થયેલા લે-આઉટ પ્લાન સાથેની રજા ચીઠ્ઠી મેયરના હસ્તે આપવામાં આવી