મંજુર થયેલા લે-આઉટ પ્લાન સાથેની રજા ચીઠ્ઠી મેયરના હસ્તે આપવામાં આવી 

1076
bhav25102017-7.jpg

ભાવનગર શહેરમાં કાળીયાબીડ તરીકે ઓળખાતી વસાહતનો લે-આઉટ લાંબી પ્રક્રિયા બાદ મહાપાલિકાની સામાન્ય સભામાં તા. ૩૦-૭-ર૦૧૪ના રોજ ઠરાવ કરી બાડા મારફત સરકારમાં દરખાસ્ત રજુ કરવામાં આવેલ. ત્યારબાદ સરકારમાં વખતો વખત થયેલ મીટીંગ અને નિર્ણયો અનુસાર લે-આઉટ પ્લાનની સાથે જ બાંધકામો પણ રેગ્યુલરાઈઝ થઈ શકે તે માટે ફરીથી સામાન્ય સભા દ્વારા તા. ર૪-૭-ર૦૧પના રોજ વધુ એક વખત નિયમો સાથેની દરખાસ્ત સરકારમાં મંજુર અર્થે સારદ કરવામાં આવેલ હતી. ત્યારબાદ તા. ૧૦-પ-ર૦૧૬ના રોજ સરકાર દ્વારા આ માટેનું ફાઈનલ નોટીફીકેશન પ્રસિધ્ધ કરવામાં આવેલ.  સરકારના સંબંધીત વિભાગો દ્વારા જરૂરી ચકાસણીઓ કરી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની અધ્યક્ષતામાં તા.રર-૮-ર૦૧૭ના રોજ મીટીંગ મળેલ. તેમાં સમગ્ર બાબતે લંબાણપુર્વકની ચર્ચા વિચારણા, કાર્યવાહી બાદ અરજદાર દ્વારા જે લે-આઉટ પ્લાન મંજુરી માટે રજુ કરેલ તેમાં જરૂરી સુધારાઓ કરી આ વિસ્તાર માટેનો લે-આઉટ પ્લાન મંજુર કરી તે અંગેની રજા ચિઠ્ઠી આપવાનો નિર્ણય તથા તાજેતરમાં ઘોઘા-દહેજ ફેરી સર્વિસના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કાળીયાબીડ વસાહતને સરકાર દ્વારા નિયમીત કરી આપવા અંગેની વિધિવત જાહેરાત કરવામાં આવેલ હતી.
મુખ્યમંત્રીની જાહેરાત બાદ આજરોજ મેયર નિમુબેન બાંભણીયાના વરદ હસ્તે પાલિતાણા સ્યુગર લિ.ના પ્રતિનિધિ ધીરજભાઈને આ વીસ્તારના મંજુર લે-આઉટ પ્લાન સાથેની રજાચિઠ્ઠી આપવામાં આવેલ છે. આ સમયે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સુરેશભાઈ ધાંધલિયા, શાસકપક્ષના નેતા યુવરાજસિંહ ગોહિલ, કાળીયાબીડ વિસ્તારના તમામ કોર્પોરેટર, પરેશભાઈ પંડયા, ધીરૂભાઈ ધામેલીયા, બીનાબા રાયજાદા, શારદાબેન મકવાણા શહેર ભાજપા પ્રમુખ સનતભાઈ મોદી તેમજ શહેર સંગઠનના પદાધિકારીઓ, કમિશ્નર મનોજભાઈ કોઠારી સાથે સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેલ. 

Previous article રેશ્મા, વરૂણ ભાજપમાં જોડાતા ટાણા ગામે પૂતળા દહન કરાયું
Next articleગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં મતદાન ૯  અને ૧૪ ડિસેંબર, ૧૮મીએ પરિણામ