સાબરકાંઠા જિલ્લા વનબંધુ કલ્યાણ યોજનાના કામોની સમીક્ષા વન અને આદિજાતિ રાજય મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને નવિન સર્કિટ હાઉસ, હિંમતનગર ખાતે મળી હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૧૭-૨૦૧૮ના આદિજાતિઓના સર્વાગી વિકાસના કામોની પ્રાથમિકતા આપવામાં આવી હતી.
મંત્રી પાટકરે જિલ્લાના વિકાસના કામો ઝડપભેર પૂર્ણ કરવા અને વિકાસની ગતિને તેજ બનાવવા અધિકારીઓને અપીલ કરી હતી. અને જિલ્લાના પીવાના પાણી અને રસ્તાઓ તથા વિજળીકરણની સહિતના પ્રજાલક્ષી વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા વહિવટીતંત્રના અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતું
વર્ષ ૨૦૧૭-૧૮ના સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર વિકાસ માટે રૂ. ૧૯.૪૫ લાખના ૪ કામો ગ્રામ લધુ ઉધોગના રૂ. ૫૧.૭ લાખના ૩ કામો,રસ્તા અને પુલના ૧૧૮.૭૯ લાખના ૨૯ કામ, સામાન્ય શિક્ષણ માટે રૂ. ૧૧૦.૮૧ લાખના ૨૭, જયારે પાણી પુરવઠા માટે રૂ. ૨૭૨.૨૨ લાખના ૪૯૫ કામો તેમજ અન્ય કામ મળી કુલ રૂ. ૧૪૬૮.૦૨ લાખના ૮૪૦ કામોની વહિવટી મંજૂરી આપવામાં આવી હતી.
બેઠકમાં સાબરકાંઠા કલેકટર પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી સ્તુતિ ચારણ, સહિત, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લા વનબંધુ કલ્યાણ યોજનાના કામોની સમીક્ષા વન અને આદિજાતિ રાજય મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને નવિન સર્કિટ હાઉસ, હિંમતનગર ખાતે મળી હતી.