ઉચૈયાના સરપંચની જનસેવાની સર્વત્ર પ્રસંશા

1762

રાજુલા તાલુકાના ઉચેયાના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા સાથી ઉપ સરપંચ દીલુભાઈ ધાખડાની જનસેવાની ચારાબાજુથી અભિનંદની વર્ષા થઈ રહી છે જેમાં નાગ પાંચમના મહા પવિત્ર દિવસે લુણસાપુર ગામે લુણસાપુરીયા નાગદેવતાના ધામે હજારોની શ્રધ્ધાળુ ધર્મ પ્રેમી જનતા દાદાના દર્શન પગપાળા લાંબા અંતરેથી ચાલીને પગ પાળા જતી હોય ત્યારે લોઠપુર ગામ પાસે મંડપ નાખી પગપાળા જતા શ્રધ્ધાળુઓને ચા પાણી અને વિસામાની વ્યવસ્થા શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતાપભાઈ બેપારીયા દ્વારા તેની સેવાકીય ટીમ સાથે ઉપ પ્રમુખ દીલુભાઈ ધાખડા, મહામંત્રી ભૂપતભાઈ ધાખડા સહિતના સેવાકીય યુવાનોએ ખડેપગે રહી સેવા બજાવેલ તેમજ શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ ઉચૈયાની આવનારા દીવસોમાં જન સેવાર્થે એમ્બ્યુલન્સ માટે કાર્યવાહી શરૂ કરાઈ છે.

Previous articleસરકારના બાયોમેટ્રીક પ્રિન્ટના પરીપત્રને સરપંચ વિરભદ્રભાઈનો આવકાર
Next articleએલઆઈસીના ૬ર વર્ષ પૂર્ણ થતા એક અઠવાડીયા સુધી ઉજવણી