આજરોજ ભાવનગર જીલ્લાના તગડી ગામે રહેતા રાજુભાઈ પટેલ ભાવનગર કલેકટર ઓફિસની બહાર સાંજના ૪-૩૦ કલાકે ઉપવાસ પર બેસવા જતા ત્યાં જ તેમની તથા તેમની સાથે ૭ થી ૮ પાટીદારોની ધરપકડ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે. આ ધરપકડને લઈને ભાવનગર જિલ્લાના પાટીદારો આ સરકાર અને તંત્રની કુટનિતીને શખ્ત શબ્દોમાં વખોઢી કાઢી છે.
હાર્દીક પટેલની માંગણીઓ તેમજ પાટીદારો ઉપર થતા ખોટા કેસો જે કાઈ છે તેનું જો સરકાર સુખદ સમાધાન નહી લાવે તો હવે પછીના દિવસોમાં ગુજરાત આખામાં પાટીદારો અને ખેડુત સમાજ આક્રમક પ્રોગ્રામો આપશે તેમ પાસના પ્રતાપભાઈ પટેલે જણાવેલ.