મનપા દ્વારા પીંક ઓટો પ્રોજેકટ હેઠળ મહિલાઓને રીક્ષા અપાઈ

2092
gandhi26102017-2.jpg

ગાંધીનગર મનપા દ્વારા મહાનગરપાલિકા ખાતે દિન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત પિંક ઓટો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવેલ. જેમાં અતુલ ઓટો લીમીટેડ સાથે સંપર્કમાં રહીને મહિલાઓને રિક્ષા ચલાવવાની તાલીમ, લાઈસન્સ, ગાડી પાસીંગ વગેરે કરવામાં આવેલ. તેમજ યુનિયન બેંક ગાંધીનગર અને કુડાસણ દ્વારા પિંક ઓટો પ્રોજેક્ટ અતર્ગત લોન આપવામાં આવેલ જેના ૭% વ્યજુકી સહાય (સબસીડી) દિન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત લાભાર્થીને આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં જે મહિલાઓ બી.પિ.એલ કાર્ડ ધારક હોય અથવા માં કાર્ડ ધારક હોય તેઓને લોનમાં સબસીડીનો લાભ મળી શકશે.ગાંધીનગર શહેરની મહિલાઓના સશક્તિકરણ કારણના ભાગ રૂપે મહાનગરપાલિકા દ્વારા આ પિંક ઓટો પ્રોજેક્ટ આજ દિને અમલમાં મુકવામાં આવેલ. શહેરી ગરીબ મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તેવા હેતુ સાથે મહિલાઓ માટે આજીવિકાનો સ્ત્રોત ગાંધીનગર મનપા દ્વારા ઉભો કરવામાં આવ્યો છે.જેમાં આજરોજ છ લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે.

Previous article“જન વિકલ્પ” ‘ટ્રેકટર’ના પ્રતિક પર ચુંટણી લડશે, રાજસ્થાનની ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી સાથે વિધિવત્‌ જોડાણ
Next articleપત્રકાર સુર્યકાંત ચૌહાણનું સન્માન