અર્જુન રામપાલે એકસાથે ચાર ફિલ્મ સાઇન કરી

1285

અભિનેતા અર્જુન રામપાલ છેલ્લા કેટલાક વર્ષોથી સતત નિષ્ફળ સાબિત થઇ રહ્યો હતો. વર્ષ ૨૦૧૦માં રજૂ કરવામાં આવેલી પ્રકાશ ઝાની ફિલ્મ રાજનીતિમાં જોરદાર કામ કર્યા બાદ અર્જુન રામપાલની એક ડઝનથી વધારે ફિલ્મો ફ્લોપ થઇ ગઇ હતી. હાલમાં તેની ગણતરી નિષ્ફળ સ્ટાર તરીકે કરવામાં આવી રહી હતી. હવે તેની પાસે ફરી એકવાર અનેક ફિલ્મો આવી છે. અર્જુન રામપાલે હવે એક સાથે ચાર ફિલ્મો સાઇન કરી છે. રોક ઓન-૨, અને કહાની-૨ ફિલ્મ સુપરહિટ ફિલ્મનોના બીજા ભાગ પર લોકોને પસંદ પડ્યા ન હતા. છેલ્લા કેટલાક વર્ષોથી અર્જુન ખુબ ઓછી ફિલ્મ કરી રહ્યો હતો. ઓછી ફિલ્મમાં કામ કરવાની તેની ફોર્મ્યુલા પણ ફ્લોપ રહી હતી. હાલનાં દિવસોમાં તે પોતાની ફિલ્મ પલટનના પ્રમોશનને લઇને વ્યસ્ત બનેલો છે. અર્જુને કહ્યુ છે કે તેની પાસે ફિલ્મોની કમી નથી. હાલમાં તે ચાર ફિલ્મો સાઇન કરી ચુક્યો છે. તેનુ કહેવુ છે કે તે ઓછી ફિલ્મ કરી રહ્યો છે કે કારણ કે પસંદગીની પટકથા તેને હાથ લાગી રહી નથી. પલટન ફિલ્મ કર્યા બાદ તે ચાર ફિલ્મો સાઇન કરી ચુક્યો છે. તેનુ કહેવુ છે કે વચ્ચેના ગાળામાં તેની માતાની તબિયત પણ સારી રહી નથી. તેની પાસે જે ફિલ્મ છે તેમાં એક હોરર ફિલ્મ છે. બીજી એક બાયોપિક ફિલ્મ છે. ત્રીજી એક થ્રીલર ફિલ્મ છે. ચોથી ફિલ્મ ફેન્ટેસી છે. આ તમામ ફિલ્મોમાં ખુબ સારી કોમેડી છે. પટલનમાં અર્જુન રામપાલ સૌથી મહત્વપૂર્ણ કર્નલની ભૂમિકા અદા કરી રહ્યા છે.

પલટન ફિલ્મ સાતમી સેપ્ટેમ્બરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ નિર્દેશન જેપી દત્તા કરી રહ્યા છે. ફિલ્મમાં સંગીત અનુ મલિકે આપ્યુ છે. જેપી દત્તા મોટા ભાગે યુદ્ધ પર આધારિત ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. તેમની તમામ ફિલ્મો હિટ રહી છે. તેમની તમામ ફિલ્મો મલ્ટીસ્ટારર ફિલ્મ તરીકે હોય છે. બોર્ડર ફિલ્મ તેમની બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જી ગઇ હતી.

Previous articleરિતિક રોશન અને ટાઇગરની ફિલ્મ આજે ફ્લોર પર જશે
Next articleકેટલીક વધુ યાદગાર ફિલ્મ કરવા રવિના ટંડન ઉત્સુક છે