હાજરાહજુર પાલીતાણાથી ૬ કિ.મી. દુર ખારાના જાળીયા ગામે ગામમાં જતા જ રાવળદેવ રૂડીયા દાઢળના મેલડીમા મંદિર અંદાજે ર૦૦ વર્ષ પહેલાનું પ્રથમ માટીના ઢેબે માતાજી બેઠેલા ર૦૦૮માં માતાજીનો જીર્ણોધ્ધાર કરીને પાકુ મંદિર બનાવવામાં આવેલ છે. આ મંદિરે દરરોજ ભાવનગર જિલ્લામાંથી જુદી-જુદી માનતા પુરી કરવા માટે આવે છે. આસ્થાનું પ્રતિક હોવાથી મહિનામાં ઘણીવાર તાવો કરવામાં આવે છે. માતાજીનો થાળ દરરોજ પાલીતાણાથી ધરવામાં આવે છે તેમજ ચાર નવરાત્રિમાં રોશની તેમજ ગરબાના ગુણગાન ગાવામાં આવે છે. લોકવાયકા મુજબ બોલા છે કે, રૂડીયા દાઢળના પરમ ઉપાસક હોય માને પ્રસન્ન કરીને કામરૂ દેશથી લાવેલ તેથી તેને કામરૂ દેના મેલડીમા કહેવાય છે. આ સ્થાન અને બીજુ સ્થાન જાગધાર ગામે બિરાજમાન છે. દર સાલ મેલડીમાનો પાટોત્સવ હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા તથા સમસ્ત ખારા જાળીયાના ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય માતાજીના ગરબા તથા લોકડાયરો રાખવામાં આવે છે. વરસાદના કારણે ફક્ત માતાજીના મંદિરે ધ્વજારોહણ તથા પૂજા-પાઠ તથા થાળ ધરવામાં આવે છે.
હાજરાહજુર રાવળદેવ રૂડીયા દાઢળના મેલડીમાનો આ વખતનો દસમો પાટોત્સવ નિમિત્તે ચંડીયજ્ઞનું શ્રાવણ વદ-૧૦ને તા.પ-૯-ર૦૧૮ બુધવારના દિને યોજેલ છે. ચંડીયજ્ઞ પ્રારંભ શ્રાવણ વદ-૧૦ને બુધવાર તા.પને સવારે ૭-૦૦ કલાકે ધ્વજારોહણ સવારે ૧૦-૧પ કલાકે જાળીયા મુકામે માતાજીના મંદિરે યજ્ઞ બીડુ હોમવાનો સમય બપોરે ૧ર-૩૯ કલાકે વિજય મુર્હુત યજ્ઞના આચાર્ય પદે ઉપેન્દ્રભાઈ કે. ત્રિવેદી બિરાજશે. યજ્ઞ પ્રસંગે ભોજન સમારંભ પણ રાખેલ છે.