સાતમ આઠમના ધાર્મિક તહેવાર નિમિત્તે જમનાકુંડ વાલ્મીકીવાસ આંગણવાડી કેન્દ્ર નં. ૭૭,૭પ, ૬૮,૮પ અને ૬ર નંબરની આંગણવાડીઓના બાળકોનો જન્માષ્ટમી દિવસે નાના બાળકોએ ધાર્મિક કાર્યક્રમની ધામધુમપુર્વક ઉજવણી કરાય હતી.
જન્માષ્ટમી દિવસે આ મહોત્સવ કાર્યક્રમમાં પુર્વનગરસેવક ભુપતભાઈ દાઠીયાએ મુખ્ય મહેમાન તરીકે પ્રોત્સાહિક હાજરી આપી બાળકો દ્વારા ઉજવાયેલા આ કાર્યક્રમ અંગે શુભેચ્છા વ્યકત કરેલ. કાર્યક્રમ વેળા કલ્પનાબેન રાવળ, કનાડા જલ્પાબેન, જસ્મીન જી. વ્યાસ, પટેલ કલ્યાણીબેન, આશાબેન જોષી વિગેરે સંચાલકો અને કાર્યકરો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના બાળકોની રંગબેરંગી વેષભુષા વિગેરે આંગણવાડી કેન્દ્રનો સુશોભીત બનાવી હતી.