પુર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મ જયંતિ નિમિત્તે પ સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ ખાતે ઉત્સાહભેર શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાથમિક શાળાના નાના-નાના ભુલકાઓ ઉત્સાહ અને ઉમંગ સાથે શિક્ષકની ભુમિકા ભજવી શાળામાં વીદ્યારૂપી બાલજ્ઞાન આપ્યું હતું. શાળામાં સંચાલક, આચાર્ય, શિક્ષક, કલાર્ક સહિતના હોદ્દા પર બાળ શીક્ષકો બિરાજમાન થયા હતાં.